Gujarat

કોરોનાના કેસોએ તીવ્ર ગતિ પક્ડી: સૌથી વધુ કેસો અમદાવાદમાં નોંઘાયા

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાનું (Corona) સંક્રમણ તીવ્ર ગતિએ વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસની સંખ્યા વધીને ડબલ થતા 407 થઈ છે. જેમાં સૌથી વધુ અમદાવાદ (Ahmedabad) મનપામાં 207 કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે વધુ 190ના દર્દીઓ સાજા થયા છે. નવા કેસની સંખ્યા વધવાની સાથે જ એક્ટિવ કેસની સંખ્યા 1,741 થઈ છે. જેમાંથી ચાર દર્દીઓ વેન્ટિલેટર પર છે.

રાજ્યમાં કોરોનાના નવા કેસમાં અમદાવાદ મનપામાં 207, સુરત મનપામાં 45, વડોદરા મનપામાં 39, રાજકોટ મનપામાં 17, સુરત ગ્રામ્યમાં 12, ભાવનગર મનપામાં 11, ગાંધીનગર મનપામાં 10, વલસાડમાં 8, જામનગર મનપા, ભરૂચમાં 7, આણંદ, ગાંધીનગર ગ્રામ્યમાં 6, સાબરકાંઠામાં 5, બનાસકાંઠા, કચ્છ, મહેસાણામાં 4, અમદાવાદ ગ્રામ્ય, રાજકોટ ગ્રામ્યમાં ૩, જામનગર ગ્રામ્ય, વડોદરા ગ્રામ્ય, નવસારીમાં 2, અમરેલી, પાટણ, સુરેન્દ્રનગરમાં એક કેસ નોંધાયો છે.

રસીકરણ
રાજયમાં બુધવાર સાંજે 5 વાગ્યા સુધીમાં 55,638 લોકોનું રસીકરણ કરાયુ છે. જેમા 12 થી 14 વર્ષ સુધીના 5936 બાળકોને રસીનો પ્રથમ ડોઝ, તથા 9363 બાળકોને રસીનો બીજો ડોઝ અપાયો છે. 18 વર્ષ થી વધુ ઉમરના 1037 લોકોને રસીનો પ્રથમ ડોઝ, 18 વર્ષ થી વધુ ઉમરના 11245 લોકોને રસીનો બીજો ડોઝ, 15 થી 17 વર્ષના 836 યુવક – યુવતીઓને રસીનો પ્રથમ ડોઝ તથા 2247 યુવકો – યુવતીઓને રસીનો બીજો ડોઝ જ્યારે 24974 લોકોને રસીનો પ્રીકોશન ડોઝ અપાયો છે. આ રસીકરણમાં હેલ્થ કેર વર્કર તથા ફ્રન્ટ લાઈન વર્કરનો પણ સમાવેશ થઈ જાય છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં 11,10,21,457 લોકોને રસી અપાઈ છે.

સુરત ત્રણ લહેર પુર્ણ થયા બાદ હવે ચોથી લહેર શરૂ થઈ
સુરત: શહેરમાં કોરોનાનું સંક્રમણ ફરીવાર વધી રહ્યું છે. કોરોનાની ત્રણ લહેર પુર્ણ થયા બાદ હવે ચોથી લહેર શરૂ થાય તેવી ચિંતા તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. ધીમી ગતિએ પ્રતિદિન નોંધાતા કોરોના કેસ ફરી વધવા લાગ્યા છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં કોરોનાના વધુ 45 કેસ નોંધાયા હતા. જે તમામ હોમ આઈસોલેશનમાં છે. 45 દર્દીઓમાંથી 7 દર્દીઓની ટ્રાવેલ હીસ્ટ્રી છે. શહેરમાં કોરોના કેસનો કુલ આંક 1,62,534 પર પહોંચ્યો છે તેમજ 16 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. હાલ શહેરમાં એક્ટીવ કેસની સંખ્યા 218 છે અને હોસ્પિટલમાં 6 દર્દીઓ દાખલ છે.


Most Popular

To Top