દેશ/દુનિયાને વરસથી વધુ સમયથી ભીંસમાં લઇ લાખ્ખો લોકોના જીવ લેનાર તથા બેરોજગાર બનાવનાર કોવિડ-19ને નાથવા છેવટે વિજ્ઞાનીઓએ રસી શોધી. આપણા દેશમાં હાલ ત્રીજા તબક્કામાં સિનિયર સિટીઝનોને તે સરકારી કેન્દ્રોમાંથી વિના મૂલ્યે અપાઇ રહી છે.
જે લેવા સવારે 10 થી બપોરે 4 સુધીમાં તે કેન્દ્ર પર આધાર કાર્ડ તથા તેની ઝેરોક્ષ વત્તા મોબાઇલ લઇ નાસ્તો/જમી જવું. સૌ પ્રથમ તમારી પાસે આધાર કાર્ડ તથા ઝેરોક્ષ લઇ નામ નોંધી વખતે મોબાઇ નંબર પૂછી નોંધી લઇ આધાર કાર્ડ પરત કરી ટોકન આપી ત્યાં બેસાડાય છે.
તમારો નંબર આવતા રસીરૂમમાં દાખલ કરી રસી આપવામાં આવે છે. તે દિવસે સવાર/સાંજ જમ્યા પછી લેવાની બે ટીકડીઓ તથા બીજો ડોઝ 28 દિવસ પછી કંઇ તારીખે લેવા આવવાનું તેની માહિતી આપતી સ્લીપ આપી બીજા રૂમમાં મોકલાય. જયા તમારે અડધો કલાક બેસવુ પડે છે કારણ રસી લીધા પછી કોઇ આડ અસર થાય તો તત્કાળ સારવાર આપી શકાય.
અડધો કલાક પુરો થતા ઘરે જવા રજા અપાય છે. ઘરે આવો પછી મોબાઇળ પર તમે ડોઝ કઇ તારીખે સમયે જે નર્સે તમને રસી આપી હોય તેમનું મોબાઇળ નંબર સાથે પુરૂ નામ જણાવાય છે. સાથે જો તમને કામચલાઉ પ્રમાણપત્ર જોઇતું હોય તો વેબસાઇટ આપવામાં આવી છે તેના પરથી તે તમને મળી શકે.
વત્તા રસી લીધા પછી તમને ઘરે કંઇ તકલીફ થાય તો હેલ્પલાઇન પર ફોન કરવા જણાવ્યું છે. સિનિયર સિટીઝનો માટે રસી લેવા માટેની તે કેન્દ્રની આવી સુંદર વ્યવસ્થા કર્યા બદલ સરકારને ધન્યવાદ અડધો કલાક માટેની પ્રતીક્ષા રૂમમાં સામયિકોના જુના અંકો મૂકી આવશો તો જરૂર વંચાશે.
વ્યારા – પ્રકાશ સી. શાહ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.