Gujarat

5મી સપ્ટેમ્બર સુધીમાં જિલ્લાઓની શાળા-કોલેજોમાં કોરોના વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાશે

આગામી તા. 5મી સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના તમામ જિલ્લાઓની શાળા-કોલેજોમાં કોરોના રસીકરણના કેમ્પસનું આયોજન કરવામાં આવશે. આવા કેમ્પના આયોજન દ્વારા શાળા-કોલેજોના ૧૮થી ઉપરની વયના વિદ્યાર્થીઓ, રસીકરણ માટે પાત્રતા ધરાવતા કર્મચારીઓ, શિક્ષકો અને તેમના પરિવારજનોને કોરોના વેક્સિનેશન અંતર્ગત આવરી લેવામાં આવશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલની ઉપસ્થિતિમાં મળેલી કોર કમિટિની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છેકેન્દ્ર સરકારે આગામી 5મી સપ્ટેમ્બર શિક્ષક દિન સુધીમાં બધા જ શિક્ષકોને કોરોના વેક્સિનના સુરક્ષા કવચ અન્વયે આવરી લેવા રાજ્યોને આપેલા દિશા નિર્દેશને પગલે ગુજરાતમાં પણ આ વ્યવસ્થા રાજ્ય સરકારે ઊભી કરવાનો નિર્ણય કર્યો છે.

આરોગ્ય વિભાગ અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, શાળા-કોલેજોમાં કોરોના વેક્સિનેશન કેમ્પ માટે જિલ્લાઓને વેક્સિનનો વધારાનો જથ્થો પણ ફાળવવાની સૂચનાઓ કોર કમિટિમાં સીએમ રૂપાણીએ આપી છે.

Most Popular

To Top