Gujarat

16 જાન્યુઆરીથી ગુજરાતમાં કોરોના વેક્સિનેશનનું મહા અભિયાન શરૂ થશે

ગાંધીનગર: (Gandhinagar) સમગ્ર દેશમાં આગામી 16 જાન્યુઆરી 2021થી કોરોના વેક્સિન અભિયાન શરૂ થઇ રહ્યું છે ત્યારે આ વેક્સિનેશનના વિતરણ માટે ગુજરાત સરકાર (Gujarat Government) તમામ રીતે સજ્જ છે. ગુજરાતમાં આપણે ઝડપથી ડેટાબેઝ તૈયાર કરવાનું કાર્ય પૂર્ણ કરી લીધું છે. ચાર લાખથી વધુ હેલ્થકેર વર્કર્સ, 6 લાખથી વધુ ફ્રન્ટલાઇન વર્કર્સ (Front line Workers) જેમાં પોલીસ, સફાઇ કર્મચારી અને કોવિડની ડ્યુટીમાં ડાયરેક્ટ ફરજ બજાવતા કર્મચારીઓનો સમાવેશ થાય છે એમ કુલ 11 લાખથી વધુ કોવિડ કર્મચારીઓને વેક્સિનનો ડોઝ પહેલા અપાશે. જે બે વેક્સિનની (Vaccine) મંજૂરી આપવામાં આવી છે તે મેડ ઇન ઇન્ડિયા છે તેનું ગૌરવ છે તેમ કહી તેમણે ઉમેર્યું હતું કે, આત્મનિર્ભર ભારતના સ્વપ્નને વાસ્તવિકતા માં બદલવા માટે આપણા વૈજ્ઞાનિકોની પ્રબળ ઇચ્છા શક્તિ સાકાર થઇ છે. એટલું જ નહીં, આપણા વૈજ્ઞાનિકાએ અથાક પરિશ્રમથી વેક્સિનના નિર્માણમાં સફળતા મેળવી છે.

  • રાજ્યમાં 11 લાખથી વધુ હેલ્થ અને ફ્રન્ટ લાઇન વર્કર્સને પ્રથમ તબક્કામાં વેક્સિનનો ડોઝ અપાશે
  • વેક્સિનેશન સેન્ટર પર મુખ્ય ત્રણ રૂમની વિશેષ વ્યવસ્થા. એક વેઇટિંગ રૂમ, એક વેક્સિન રૂમ તથા એક ઓબર્ઝેવેશન રૂમ
  • કોલ્ડ ચેન ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા સરકારે કરી- વેક્સિન માટેની વ્યવસ્થા માટે 6 રિજીયોનલ ડેપો તૈયાર કરાયા

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતુ કે, ગુજરાતમાં હાઉસ ટુ હાઉસ સર્વેનું કામ પણ પૂર્ણ થઇ ગયું છે, જેમાં 50 વર્ષથી વધુની વય ના લગભગ 1 કરોડ પાંચ લાખ નાગરિકો તેમજ 50 વર્ષથી નાના 2 લાખ 75 હજાર લોકો જે લોકો અન્ય બીમારીથી પીડાય છે તેનો પણ ડેટાબેઝ તૈયાર કરી દેવામાં આવ્યો છે. ગુજરાતમા લગભગ 16 હજાર થી વધુ હેલ્થ વર્કર્સને વેક્સિનેટર તરીકેની વિશેષ ટ્રેનિંગ આપીને તૈયાર કરવામાં આવ્યા છે. કોવિડ વેક્સિનના ટ્રાન્સપોર્ટેશન માટે કોલ્ડ ચેન ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા પણ સરકારે કરી લીધી છે.

વેક્સિન માટેની વ્યવસ્થા માટે 6 રિજિયોનલ ડેપો તૈયાર કર્યા છે. ગુજરાતમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં 6 સ્થળો ઉપર વેક્સિન ટ્રાયલ રન અપ પણ સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. વેક્સિન સેન્ટર ઉપર પણ પૂરતી વ્યવસ્થા રાખવામાં આવશે. રૂપાણીએ કહ્યું હતુ કે પ્રાઇયોરિટી મુજબ વેક્સિન તમામ નાગરિકોને અવશ્ય મળશે. નાગરિકો ધીરજ અને વિશ્વાસ રાખીને સરકારને સાથ અને સહકાર આપે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top