નવી દિલ્હી: કોરોનાના (Corona) કેસોની સંખ્યામાં છેલ્લા કેટલા સમયથી વઘારો થઈ રહ્યો છે. વઘતા જતાં કેસોના પગલે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 16,103 નવા કોરોનાના દર્દીઓ મળી આવ્યા છે. આ દરમિયાન 31 દર્દીઓના મોત (Death) થયા છે. એક દિવસ પહેલા એટલે કે શનિવારે (Saturday) 17,092 નવા દર્દીઓ મળી આવ્યા હતા, જ્યારે શુક્રવારે 17,070 કેસ નોંધાયા હતા. શનિવારે સવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા અપડેટ કરવામાં આવેલા ડેટા અનુસાર, સક્રિય દર્દીઓની સંખ્યા હવે વધીને 1,11,711 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય દર્દીઓની સંખ્યામાં 2143નો વધારો થયો છે. 24 કલાકમાં વધુ 31 લોકોના મોત સાથે દેશમાં કુલ મૃત્યુઆંક વધીને 5,25,199 થયો છે. કોરોના વાયરસના નવા કેસ રોજેરોજ 15 હજારથી વધુ નોંધાઈ રહ્યા છે, જે ચિંતાનું કારણ બન્યું છે.
અમદાવાદ મનપામાં 229 સહિત રાજ્યમાં કોરોનાના નવા 580 કેસ
ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના નવા 580 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ બનપામાં 229 કેસ છે. બીજી તરફ આજે 391 કોરોના દર્દીઓ સાજા થયા છે. નવા કેસ નોંધાવાની સાથે જ એક્ટિવ કેસની સંખ્યા વધીને 3478 થઈ છે. જેમાંથી ત્રણ દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ મનપામાં 229, સુરત મનપામાં 87, વડોદરા મનપામાં 33, મહેસાણામાં 29, વલસાડમાં 23, ગાંધીનગર મનપામાં 20, કચ્છ, નવસારી, સુરત ગ્રામ્યમાં 19, ભાવનગર મનપા, ગાંધીનગર ગ્રામ્ય, જામનગર મનપામાં 11, પાટણમાં 8, અમદાવાદ ગ્રામ્ય, રાજકોટ મનપા, મોરબીમાં 7, બનાસકાંઠા, સાબરકાંઠામાં 6, આણંદ, ખેડા, સુરેન્દ્રનગરમાં 4, અમરેલી, ભરૂચ, વડોદરા ગ્રામ્યમાં 3, અરવલ્લી, પોરબંદરમાં 2, ભાવનગર ગ્રામ્ય, રાજકોટ ગ્રામ્ય, ગીર સોમનાથમાં એક કેસ નોંધાયો છે.
રાજયમાં શનિવાર સાંજે 5 વાગ્યા સુધીમાં 39,438 લોકોનું રસીકરણ કરાયુ છે.
જેમા 12 થી 14 વર્ષ સુધીના 5123 બાળકોને રસીનો પ્રથમ ડોઝ, તથા 4384 બાળકોને રસીનો બીજો ડોઝ અપાયો છે. 18 વર્ષ થી વધુ ઉમરના 901 લોકોને રસીનો પ્રથમ ડોઝ, 18 વર્ષ થી વધુ ઉમરના 7894 લોકોને રસીનો બીજો ડોઝ, 15 થી 17 વર્ષના 799 યુવક – યુવતીઓને રસીનો પ્રથમ ડોઝ તથા 3928 યુવકો – યુવતીઓને રસીનો બીજો ડોઝ જ્યારે 16409 લોકોને રસીનો પ્રીકોશન ડોઝ અપાયો છે. આ રસીકરણમાં હેલ્થ કેર વર્કર તથા ફ્રન્ટ લાઈન વર્કરનો પણ સમાવેશ થઈ જાય છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં 11,15,20,334 લોકોને રસી અપાઈ છે.