વડોદરા : કોરોના કાળમાં મુખ્યમંત્રી રાહત ફંડ માંથી 15 કરોડ જે પાલિકાને ફાળવવામાં આવ્યા હતા તેમાં અધિકારીઓ અને નેતાઓ એ પોતાના માનીતા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપી ને ૧૪ કરોડ 35 લાખ નો લહાણી કરી નાખી હતી. હરી દે નરી આંખે દેખાય એવો ભ્રષ્ટાચાર કામે આવ્યો હતો. ઓમ ટ્રાવેલ્સ, સેફ ઇન્ડસ્ટ્રીઝ અને ઓટો મોબાઇલ વાળાને બિલો ચૂકવી દેવામાં આવ્યા છે. જે તે સમયે રાજ્ય સરકાર તરફથી ડોક્ટર વિનોદ રાવને મૂકવામાં આવ્યા હતા તેથી તપાસની જવાબદારી પણ ડોક્ટર વિનોદ રાવની હોવી જોઈએ ભાજપના પૂર્વ કોર્પોરેટર વિજય પવારે કોરોના રાહત ફંડ અંગે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને ચૂકવેલા રૂપિયા અંગે વિજિલન્સ તપાસની અને કાયદેસર કાર્યવાહી કરવાની માંગણી કરી છે. લો કર લો બાત કરો ના કાળ દરમિયાન 15 કરોડ રૂપિયા મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવામાં આવ્યા છે તે મેયર કેયુર રોકડિયા ને ખબર જ નથી.
કોરોના કારમાં પણ પાલિકામાં અધિકારીઓ – નેતાઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો.મુખ્યમંત્રી કોવિડ 19 ના રૂપિયા ૧૫ કરોડ પાલિકા એ મનમાની પ્રમાણે વહીવટ કરવામાં આવ્યો. તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરને પોતાની મળેલી સત્તાનો જીપીએમસી એક્ટ 67/3/સી નો દુરુપયોગ કર્યો. રાજ્ય સરકારના ફન્ની આશ્ચર્યજનક વાત એ છે કે મુખ્યમંત્રી કચેરીએ પણ ક્યાં વપરાય છે તેની માહિતી પણ મંગાવી નથી રાજ્ય સરકારના મારા કુણા કાળજે દરમિયાન વડોદરાના પ્રભારી તરીકે ડોક્ટર વિનોદ રાવ ને મૂકવામાં આવ્યા હતા અને તેમાં થયો હોય તો જવાબદારી એમની હોય આખરે સત્તા પણ એમની જ હોય.
સયાજી હોસ્પિટલમાં અને ગોત્રી હોસ્પિટલમાં રૂપિયા ની રકમ પણ શંકા ઉપજાવે છે. પાલિકાએ હિસાબ મંગાવી જોઈએ. ગોત્રી અને સયાજી હોસ્પિટલની મૂળમાં જઈએ તો ત્યાં પણ ભ્રષ્ટાચાર થયેલો છે. એસ.એસ.જી હોસ્પિટલ અને ગોત્રી પાસે રૂપિયા ની તપાસ થવી જોઇએ ગોત્રીમાં તત્કાલીન નોડલ ઓફિસર શીતલ મિસ્ત્રી અને એસએસજીના નોડલ ઓફિસર ડો બેલીમ ની શંકાસ્પદ ભૂમિકા રહી છે.67/3/સી ના કબાડા ચાલ્યા છે,15 કરોડ ની તપાસ થાય તો નોડલ ઓફિસર ની સીધે સીધી સંડોવણી છે. મુખ્યમંત્રી રાહત ફંડ માંથી જે બિલો ચૂકવામાં આવ્યા છે તે શંકા ઉપજાવે છે જેમાં ઓમ ટ્રાવેલ્સ, સેફ ઇડસ્ટ્રીઝ, અને ઓટોમોબાઇલ ના બિલો શંકા ઉપજવે છૅ.
મહાનગરના પદાધિકારીઓ , ઉચ્ચ અધિકારીઓ અધિકારીઓ નેતાઓ સક્ષમ પોતાના વાહન આપવામાં આવ્યા છે.તો વધારાના વાહન લેવાની ફરજ પાલિકાને કેમ પડી આ ગાડીઓ અધિકારીઓ હરવા-ફરવામાં ઉપયોગ કર્યો ગાડી ફરી કે નહીં કયા અધિકારી ઉપયોગ કર્યો. પાલિકા પાસે પોતાની વહિકલપુલ ગાડીઓ છે ફાયર ની ગાડીઓ છે. કોર્પોરેશન ચાલતું ન હતું તો ફરતા ક્યાં મેયર, મ્યુનિસિપલકમિશનર ,સિટી એન્જિનિયર પાસે પોતાની ગાડીઓ છે. ઓમ ટ્રાવેલ્સ ને કે 1 કરોડ ૪૨ લાખ ને જે બિલ ચૂકવવા માં આવ્યું તેમાં પાલિકા પોતે 35થી વધુ ગાડીઓ નવી લઈ શકે છે. જેના પાટિયા ના ઠેકાણા નથી તેઓને 1 કરોડની ૪૨ લાખ પાલિકાએ બિલ ચૂકવી દીધું. ઓમ ટ્રાવેલ્સ નો પાલિકામાં અને ગેસ વિભાગમાં પણ કોન્ટ્રાકટ ચાલે છે
સેફ ઇન્ડસ્ટ્રીઝ 97 ટકા ઉંચા ભાવે પતરા નાખવામાં આવ્યા છે. જ્યારે ભાજપ ના પૂર્વ કોર્પોરેટર વિજય પવારે અગાઉબફરિયાદ કરતાં તેમાં એક ઝોન નું બિલ અટકાવી દેવામાં આવ્યું હતું છતાં પણ બિલ 66 લાખ ચૂકવી દેવામાં આવ્યું છે. સેફ ઇડસ્ટ્રીઝ રજીસ્ટર છે કે નહીં, સેફ ઇન્ડસ્ટ્રીઝ ના કહેવા મુજબ પતરા અમદાવાદ બજાર માંથી આવ્યા હતા.સ્થાનિક અને અમદાવાદ માં ખરેખર ઇજારદારોએ એ કામગીરી કરી કે ખાલી બિલો જ મુક્યા છે. જીએસટી ચોરી પણ નકારી શકાય નહીં.
કોરોના કાળ દરમિયાન ક્યારે લોકડાઉન માં ગેરેજો બંધ હતા રિપેરીગ ના કામો બંધ હતા છતાં પણ મુખ્યમંત્રી કોવિડ 19 ફંડ માંથી રૂપિયા 15,03,602 ચૂકવામાં આવ્યા છે. ધર્મેશ ઓટો ગેરેજ, સુરજ ઓટો મોબાઇલસ,ઓટો એમ્પોરિયમ અને શિવમ ઓટો બેટરી ને રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. આજે બિલો આપવામાં આવ્યા છે શંકા ઉપજવે છે અને સેનેટાઇઝ થયું તો ક્યાં થયું સ્ટાન્ડર્ડ કોલેટી નું હતું કે નહીં બિલો મુકાયા કે નહીં એની તપાસ પણ થવી જોઈએ.
કોરોના કાળ માં મુખ્યમંત્રી રાહત ફંડ માંથી જે આપવામાં આવ્યું તે દવા માટે ઇન્જેક્શન માટે અને હોસ્પિટલમાં વાપરવાના હોય નહીં કે બસના રીપેરીંગમાં ,હરવા ફરવા, રિપેરીગ માં કેટરીંગ માં અધિકારીઓ સ્પષ્ટ ખુલાસો આપી શક્યા નથી. ગુજરાત મિત્ર આ ભ્રષ્ટાચારના મૂળમાં જશે કયા અધિકારીઓ – નેતાઓ એ કયા એજન્સીઓને લાભ અપાવ્યો. જાગૃત નાગરિકે બીજી માહિતી એકઠી કરી મુખ્યમંત્રી કચેરી તથા વડાપ્રધાન કચેરીએ ફરિયાદ કરશે. મહાનગર પાલિકાનો કોરોના કારો ના કાળ માં મુખ્યમંત્રી કોવિડ 19 રાહત ફંડ નું મોટું કૌભાંડ સામે આવ્યું છે ત્યારે મ્યુનિસિપલ કમિશનર સાલીની અગ્રવાલ રજા પર ઉતરી ગયા હતા.
ધીરજ હોસ્પિટલમાં ખોટા દર્દીઓના બિલો મૂકનારા વિનોદ રાવના સમયમાં ભરપેટ કમાયા
કોરોના કારમાં મુખ્યમંત્રી કોવિડ-19 રાહત ફંડ નો જે ભ્રષ્ટાચાર સામે આવ્યો છે તેવી જ રીતે ધીરજ હોસ્પિટલ માં પણ ખોટા દર્દીઓના બીલો રજુ કરીને મૂકવામાં આવ્યા હતા તેની તપાસ હાલ ચાલુ છે જેમાં જિલ્લાની ખાનગી હોસ્પિટલ ની મોનિતરીગ તત્કાલીન ડીડીઓ કિરણ ઝવેરી તથા વડોદરા જિલ્લાની હોસ્પિટલોની મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ અને જે તે સમયના તત્કાલીન કલેકટર તરીકે ફરજ બજાવતા હતા તેની જવાબદારી બને છે. તેમાં પણ પ્રભારી ડોક્ટર વિનોદ રાવનો ભેદી રોલ છૅ. OSD ડોક્ટર વિનોદ રાવ ના સમય દરમિયાન અધિકારીઓ ભરપેટ કમાયા.
વાહવાહી કરાવવા ચિંતન દેસાઈ સેવાસદનમાં આવનાર સંસ્થાને મેયરના કેબીનમાં લઈ જતા
કોરોના કાળ દરમિયાન પૂર્વ મેયર ડોક્ટર જીગીશાબેન બેઠે સરકારમાંથી ફંડ ઓછું આવતા તેમણે પોતાનું અલાયદુ ફંડ ઉભું કર્યું હતું. સેક્રેટરી ચિંતન દેસાઇ જે પણ સંસ્થા ફંડ આપવા માટે ચેક લઈને આવતી હતી તેઓને પકડી પકડીને મેયર કચેરીમાં લઈ આવતા અને પોતાની વાહવાહ કરાવતા એમાં સોસાયટીના પ્રમુખ હોય ,કોન્ટ્રાક્ટર હોય ઇન્ડસ્ટ્રીઝ હોય કે આમ નાગરિક હોય. પૂર્વ મેયર ડોક્ટર જીગીશાબેન શેઠ ના કહેવા મુજબ કોરોના કાળ દરમિયાન ૩૩ લાખ જેટલું ફંડ આપવામાં આવ્યું હતું જેમાં સેનેટાઇઝ માં ઉડાયા,પીપીઇ કીટ અને ડિજિટલ થર્મોમીટર માં રૂપિયા વાપરવામાં આવ્યા હતા. જેમાં માસ્ક અને અનાજની કેટલું પણ નાગરિકોને વિતરણ કરાયો હતો.
બિલોની ચકાસણી કરાવીશ : સ્થાયી અધ્યક્ષ
સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે બિલોની ચકાસણી કરાવી શું, ઓડિટ કરાવી શું, અને બીજા બિલો અટકાવી દેવામાં આવશે.
મેયર ફંડની મને ખબર જ નથી : કેયુર રોકડિયા
પૂર્વ મેયર ડોક્ટર જીગીશાબેન શેઠ અને હાલના મેયર કેયુર રોકડિયા જવાબદારીમાંથી છટકી રહ્યા છે જ્યારે પૂર્વ મેયર મેયર ફંડ અને પલિકા ફંડ વિશે પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, હાલના અધિકારીઓને માહિતી મેળવવાનું કહ્યું, જ્યારે હાલમાં મેયર ફંડ આવ્યું છે તે મને ખબર જ નથી તો નાગરિકો પૂછે તો કોને પૂછે.
પાલિકા ભ્રષ્ટાચારી ખદબજે છે : પ્રશાંત પટેલ
શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે પાલિકા ભ્રષ્ટાચારથી ખદબદે છે. પાલિકા પોતાના મનીતા એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપી ને મુખ્યમંત્રી રાહત ફંડ નો વહીવટ કરી નાખ્યો છે. અમુક એજન્સીઓને તો બિલો વગર રૂપિયા આપી દેવામાં આવ્યા છે જ્યારે અમુક એજન્સીઓ તો રજીસ્ટર પણ નથી.