World

મિલાન એરપોર્ટ પર ચીનથી આવેલા 50 ટકાથી વધુ મુસાફરો કોવિડ પોઝિટિવ….

બર્લિન: (Berlin) ઇટાલીએ બુધવારે ચીનથી (China) આવતા તમામ એરલાઇન (Airline) મુસાફરો માટે કોરોના પરીક્ષણો ફરજિયાત બનાવ્યા છે. બેઇજિંગથી (Beijing) મિલાન જતી 2 ફ્લાઇટમાં તપાસ દરમિયાન 50%થી વધુ મુસાફરો કોરોના પોઝિટિવ (Corona positive) મળ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભલે ચીન કહે છે કે તેનો કોવિડ સંક્રમણ ‘અનુમાનિત અને નિયંત્રણમાં છે’, પરંતુ બેઇજિંગ દ્વારા ઝીરો-કોવિડ પોલિસી હેઠળ લાગુ કરાયેલા પ્રતિબંધોને અચાનક હટાવ્યા બાદ ત્યાં વધી રહેલા કોરોના ચેપે વૈશ્વિક ખતરો ઊભો કર્યો છે. કોરોના સંકટ વચ્ચે યુનાઇટેડ સ્ટેટ્સે પણ ચાઇનીઝ પ્રવાસીઓ માટે કોરોના ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે, આવું કરનાર તે વિશ્વનો 5મો દેશ બની ગયો છે. 2020માં પણ આવી જ રીતે કોરોનાએ ચીનથી ઇટાલીમાં ફેલાઇને કાળો કેર વર્તાવ્યો હતો.

92 મુસાફરોમાંથી 35 (38%) કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે
લોમ્બાર્ડીના પ્રાદેશિક કાઉન્સેલર ગુઇડો બર્ટોલાસોએ મીડિયાને જણાવ્યું હતું કે, “ચીનથી મિલાન પહોંચેલી પ્રથમ ફ્લાઇટના 92 મુસાફરોમાંથી 35 (38%) કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.બીજી ફ્લાઇટના 120 મુસાફરોમાંથી 62 (52%) કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. જાપાન અને ભારતે ચીનથી આવતા મુસાફરો માટે એરપોર્ટ પર જ આરટી-પીસીઆર ટેસ્ટ શરૂ કર્યા છે. જોકે, ભારત અને ચીન વચ્ચે સીધી ફ્લાઇટ સેવા નથી, તેમ છતાં સાવચેતીના પગલા તરીકે આ પગલું લેવામાં આવ્યું છે. 8 જાન્યુઆરીથી ચીન અહીં આવતા મુસાફરો માટે ફરજિયાત ક્વોરેન્ટાઇન સિસ્ટમ સમાપ્ત કરવા જઈ રહ્યું છે. બેઇજિંગના આ પગલાનું ચીનના નાગરિકોએ ઉત્સાહ સાથે સ્વાગત કર્યું છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઈટના બુકિંગમાં જોરદાર ઉછાળો આવ્યો છે..

ચીનમાં કોવિડ કેસની વધતી સંખ્યાના પરિણામે વાયરસના નવા પ્રકાર વિકસી શકે છે
યુએસના આરોગ્ય અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે, ચીન દ્વારા શૂન્ય-કોવિડ નીતિઓને દૂર કરવાના નિર્ણય પછી ભારત, ઇટાલી, જાપાન અને તાઇવાન સાથે મળીને નવા પગલાં લેવામાં આવી રહ્યા છે. આ હેઠળ, 5 જાન્યુઆરીથી 2 વર્ષ અને તેથી વધુ વયના તમામ હવાઈ મુસાફરો માટે ચીન, હોંગકોંગ અથવા મકાઉથી રવાના થવાના 2 દિવસ પહેલા કોરોના નેગેટિવ રિપોર્ટ બતાવવાનું ફરજિયાત બનશે. કેન્દ્રીય અધિકારીઓએ કહ્યું કે જે મુસાફરો ફ્લાઇટના 10 દિવસ પહેલા પોઝિટિવ જોવા મળે છે તેઓ કોરોનામાંથી સાજા થવાના દસ્તાવેજો રજૂ કરી શકે છે. યુએસ અધિકારીઓએ ચિંતા વ્યક્ત કરી હતી કે ચીનમાં કોવિડ કેસની વધતી સંખ્યાના પરિણામે વાયરસના નવા પ્રકાર વિકસી શકે છે.

બનાવ્યા છે.

Most Popular

To Top