મુંબઇ : ભારતીય ટીમના (Indian Team) ઓપનર કેએલ રાહુલનો (KL Rahul) ગુરૂવારે કોરોના ટેસ્ટ રિપોર્ટ (Corona Test Report) પોઝિટિવ (Possitive) આવ્યો છે અને તેના કારણે 29 જુલાઇથી શરૂ થઇ રહેલી વેસ્ટઇન્ડિઝ સામેની પાંચ મેચની ટી-20 સીરિઝમાં તેનું ભાગ લેવું શંકાસ્પદ બન્યું છે. આજે અહીં બીસીસીઆઇની (BCCI) એપેક્સ કાઉન્સીલની બેઠક પછી ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આ જાણકારી આપી હતી.
- હાલમાં જ જર્મનીમાં ઓપરેશન કરાવ્યા પછી ટીમ ઇન્ડિયામાં વાપસી માટે એનસીએમાં મહેનત કરી રહેલા રાહુલનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો
- ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોલના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આ અંગેની જાણકારી આપી
- બેંગલુરૂમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં લેવલ 3 કોચ સર્ટિફિકેશન માટે આવેલા ઉમેદવારોને રાહુલે પોતે સંબોધન કર્યું હતું
બેંગલુરૂમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં લેવલ 3 કોચ સર્ટિફિકેશન માટે આવેલા ઉમેદવારોને રાહુલે પોતે સંબોધન કર્યું હતું. તાજેતરમાં જર્મનીમાં રાહુલનું હર્નિયાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને તે પછી વેસ્ટઇન્ડિઝ સામેની વન ડે સીરિઝ માટે તેને આરામ અપાયો હતો. વેસ્ટઇન્ડિઝ સામેની ટી-20 સીરિઝ 29 જુલાઇથી શરૂ થઇ રહી છે. આ સ્થિતિમાં સીરિઝ પહેલા તે કોરોનામાંથી સાજો થઇને ટીમ સાથે જોડાય તેવી સંભાવના ઘણી ઓછી છે. જો કે તે ફ્લોરિડાના લોડરહિલમાં રમાનારી અંતિમ બે ટી-20 પહેલા ફિટ થઇ જાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવા ગયેલી મહિલા ક્રિકેટ ટીમની એક સભ્યને પણ કોરોના
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કેએલ રાહુલને કોરોના થયો હોવાની માહિતી આપવાની સાથે જ એવું પણ કહ્યું હતું કે કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવા બર્મિંઘમ ગયેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમની એક સભ્યનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે એ ખેલાડી કોણ છે તેનું નામ ગાંગુલીએ જાહેર કર્યું નહોતું.