ફરી એકવાર કોરોના (Corona) મહામારી શરૂ થઇ છે. કોરોનાના ત્રીજા તબક્કાનું જોખમ વધવા લાગ્યું છે, ત્યારે તેની સીધી અસર અર્થતંત્રના વિકાસની ગાડી સામે સ્પીડ બ્રેકર લાગી શકે છે, અને અર્થતંત્રની ગાડી જે પાટે ચઢી રહી હતી, તે ફરીથી પાટે ઉતરી જવાની પુરેપુરી સંભાવના છે. 2021માં ક્રિપ્ટો કરન્સીમાં (Cryptocurrency) ઉછાળો જોવા મળ્યો હતો, જોકે, કોરોનાનો કહેર 2022માં પુરો થવાની ચર્ચા ચાલી રહી છે, ત્યારે ક્રિપ્ટોના ભાવોમાં ઘટાડો થશે, જેના લીધે સોના-ચાંદીની કિંમતોમાં ઉછાળો આવે તેવી પુરેપુરી શકયતા છે અને સોનુ રૂ. 55000 અને ચાંદી રૂ. 70000ની સપાટી કૂદાવે તેવી પુરેપુરી સંભાવના છે.
આ ઉપરાંત, ગત બુધવારે અમેરિકન ફેડરલ ઓપન માર્કેટ કમિટીની મીટીંગની મિનિટસ રજૂ થઈ અને બુલિયન બજાર તોડી નાખી. આ મિનિટ્સના દસ્તાવેજોમાંથી બજારમાં એવી લાગણી પેદા થઈ છે કે એફઓએમસીની માર્ચ મિટિંગમાં અસ્ક્યામતોની ખરીદી ધીમી પાડીને વ્યાજદર વધારતા જવાની પ્રક્રિયાનો આરંભ કરાશે, એવી આશાને જીવંત રાખવામાં આવી છે. માર્ચ મિટિંગમાં ૦.૨૫ ટકાનો વ્યાજદર વધારવામાં આવશે, એવી શક્યતાને બુલિયન બજારે છેલ્લા બે દિવસમાં ડિસ્કાઉન્ટ કરી નાખી છે. ફેડરલ રિઝર્વની મિનિટ્સ રજૂ થવા સાથે જ આખા વિશ્વમાં સોનાના ભાવ દબાણમાં આવ્યા હતા. ૧૦ વર્ષના અમેરિકન ટ્રેઝરી બોન્ડનું યીલ્ડ ગત વર્ષના એપ્રિલ પછીનું સૌથી વધુ ૧.૭૧ ટકા મુકાયું હતું. આ જ સમયે બે વર્ષના બોન્ડનું યીલ્ડ, ૨૦૨૦માં શરૂ થયેલી મહામારી પછી પહેલી વખત સતત વધતું રહી ૦.૮૩ ટકાની ઊંચાઈએ ટ્રેડ થવા લાગ્યું છે. અલબત્ત, સોનાને ફુગાવા વૃધ્ધિ સામેના હેજ (સલામતી) તરીકે જોવામાં આવે છે, પણ બિનઉત્પાદકીય મૂલ્ય ધરાવતું સોનું હવે અમેરિકન ડોલર સામે વધુ સંવેદના ધરાવતું થયું છે.
સમગ્ર વિશ્વમાં હવે કોરોના મહામારી સાથે જીવન જીવવાનું શીખી લીધું છે, ત્યારે ૨૦૨૨માં ફુગાવો કેવુ વલણ અપનાવશે અને સેન્ટ્રલ બેંકો તેની સામે કેવાં પગલાં લેશે તેને આધારે સોનાના ભાવમાં વધઘટ જોવા મળશે. શક્ય છે કે જેમ જેમ ફુગાવો વધશે તેમતેમ રોકાણકારો સોનામાં વધઘટ જોવા મળશે, પણ અમેરિકન સેન્ટ્રલ બેંક વધુ પડતાં સલામતીના પગલાં લેશે તો, સોનાના ભાવ પર દબાણ વધશે.
જોકે, સોનુ એક સલામત રોકાણમાં સમાવેશ થાય છે. ત્યારે ફુગાવો ઉછળશે તો સોનાની કિંમતમાં ઉછાળો આવે તેવી શક્યતા છે, ત્યારે સોનામાં રોકાણ કરવાની ઉત્તમ તક બની શકે છે.
ગત વર્ષે સોનાના ભાવ ૩.૫૧ ટકા ઘટયા હતા, જે છેલ્લા ૬ વર્ષમાં સૌથી વધુ નકારાત્મક વળતર હતું. ભારતની વાત કરી તો ઓગસ્ટ ૨૦૨૦માં જોવાયેલા ઐતિહાસિક ઊંચા ભાવ રૂ. ૫૬,૩૦૦ સામે ૨૦૨૧માં સોનું ૧૦ ગ્રામ દીઠ રૂ. ૮૮૦૦ ઘટી ગયું હતું.
મજબૂત ફુગાવો ખરીદદારોને સોનામાં પાછા લાવશે, એશિયા અને અન્યત્ર આપણે જોઈ રહ્યા છીએ તે મજબૂત ખરીદીમાં જોડાશે. બિટકોઈન એ જ કારણસર ઉછળ્યો છે. બિટકોઈન ગુરુવારે 64,915ના સ્તરથી ઉપર ઉછળ્યો હતો, જે બુધવારે તેની સર્વકાલીન ઉચ્ચતમ 68,990ની નીચે હતો. સોના માટે ફંડામેન્ટલ્સ ખૂબ જ તેજીવાળા છે.મોંઘવારી સામે સોનું ક્લાસિક હેજ હોવાને કારણે ફુગાવો ઉંચાઇ પર છે, જે આગામી સપ્તાહો અને મહિનાઓમાં ગોલ્ડ માર્કેટમાં તેજીને પ્રોત્સાહન આપશે.