World

યુરોપના દેશોમાં કોરોનાનું નવું સબ-વેરિઅન્ટ EU.1.1 ઉત્પન્ન થયું!

નવી દિલ્હી: કોરોના (Corona) વાયરસના કારણે સમગ્ર વિશ્વમાં (World) તણાવ છવાયો હતો જો કે છેલ્લા કેટલાક સમયથી કોરોના અને ઓમિક્રોનના (Omicron) નવા સંક્રમિતોના કેસમાં ઘણો સુધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આ વચ્ચે સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને (CDC) અમેરિકાના ઉત્તર-પશ્ચિમ રાજ્યોમાં કોરોનાના નવા પેટા વેરિઅન્ટ EU.1.1ની ઉત્પત્તિ થઈ હોય તેવું જણાવ્યું છે.

હેલ્થ એક્સપર્ટ્સે કહ્યું કે હાલમાં આ વેરિઅન્ટ વિશે જાણવા માટે સતત રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. હાલમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં લગભગ 1.7% COVID-19 કેસ આ વેરિઅન્ટના કારણે આવ્યા હોવાનું જણાવ્યું છે. ઉટાહ રાજ્યમાં આ નવા પ્રકારના સૌથી વધુ કેસ નોંધાયા છે. લગભગ 100 જેટલા કેસ આ વેરિયન્ટનાં નોંધાયા છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે તમામ દેશોએ કોરોનાને લઈને સતર્ક રહેવાની જરૂર છે.

પ્રાથમિક સંશોધનમાં જાણવા મળ્યું છે કે આ નવું સબ-વેરિઅન્ટ EU.1.1 મૂળભૂત રીતે Omicronના સબ-વેરિઅન્ટ XBB.1.5નું વંશ છે જે આ વર્ષે ભારત સહિત ઘણા દેશોમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારા માટે જવાબદાર હોવાનું માનવામાં આવતું હતું. આરોગ્ય નિષ્ણાતોને પણ આ અંગે સવાલ ઉભા થયા છે તેઓનું કહેવું છે કે શું આ સબ-વેરિઅન્ટ ચેપગ્રસ્ત લોકોમાં નવા લક્ષણોનું કારણ બનશે અથવા તેને નવી રસીની જરૂર પડશે? નિષ્ણાંતોએ કહ્યું મોટાભાગના લોકોને રસી આપવામાં આવી છે, જેના કારણે લોકોની રોગપ્રતિકારક શક્તિ વધી છે. હવે જોવાનું રહેશે કે શું આ રસી આ નવી વેરિઅન્ટને માત આપશે.

નવા પ્રકારોનો અભ્યાસ કરી રહેલા સંશોધકોની ટીમ કહે છે કે SARS-CoV-2 વાયરસ જે કોવિડ-19 રોગનું કારણ બને છે તે સતત પરિવર્તનશીલ છે. આવી સ્થિતિમાં અમે હંમેશા નવા પ્રકારોની આશંકાઓ પર કામ કરી રહ્યા છીએ. કેટલીકવાર આ વેરિઅન્ટના નવા પ્રકારો બહાર આવે છે અને અદૃશ્ય થઈ જાય છે. અત્યાર સુધીના અભ્યાસના તારણ પરથી સામે આવ્યું છે કે આ નવું વધુ ગંભીર રોગોનું કારણ બનશે નહીં. આ ઉપરાંત આ માટે ખાસ નવી રસી પણ વિકસાવવામાં આવી છે. મોડર્નાએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે તેણે નવા સંશોધિત રસી તૈયાર કરી છે. આ રસીની મંજૂરી માટે તેને FDAને ટેસ્ટિંગ માટે મોકલી આપવામાં આવી છે.

Most Popular

To Top