છેલ્લા ધણાં સમયથી વિશ્વ (World) કોરોનાનો (Corona) સામનો કરી રહ્યો છે. કોરોના મહામારી બાદ ભારતમાં ઓમિક્રોન (Omicron) વાઈરસનું સંક્રમણ વધતું જોવા મળી રહ્યું છે. મહારાષ્ટ્રના (Maharastra) પુના (Puna) શહેરમાં મંગળવારના (Tuesday) રોજ એરપોર્ટ ઉપર 30000 યાત્રિઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાંથી 10 યાત્રીયોનો ઓમિક્રોનનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે મંગળવારના રોજ છેલ્લા 24 કલાકમાં 6822 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. આ આંકડા છેલ્લા 558 દિવસોના સૌથી ઓછાં છે. પરંતુ તેની સામે ઓમિક્રોનનું સંક્રમણ વઘતું જોવા મળી રહ્યું છે.
બીજી તરફ બેંગલુરૂ મહાનગરપાલિકાના એક અધિકારીએ ડોક્ટરના બીજીવાર કોરોના સંક્રમિત થવાની પુષ્ટિ કરી છે. અધિકારીએ કહ્યુ કે ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત થયેલા ડોક્ટર ફરી કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. નામ ન જણાવવાની શરત પર અધિકારીએ કહ્યું કે, ડોક્ટરને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તેનામાં કોરોના સંક્રમણના હળવા લક્ષણ છે.
મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વાઈરસને લઈ ચિંતા વધી છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોન સંક્રમિત લોકોની સંખ્યા 20 થઈ છે. મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં તાજેતરના વિદેશ પ્રવાસ 295 યાત્રીઓ કર્યો હતો જેમાંથી 109 યાત્રીઓની માહિતી મળી શકી નથી. ભારતમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસોની સંખ્યા વધી 33 થઈ છે. જેમાં મહારાષ્ટ્રમાં 20, રાજસ્થાનમાં 9, દિલ્હીમાં 1, ગુજરાતમાં 1 અને કર્ણાટકમાં 2 કેસ નોંધાયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના સાડા છ હજારથી વધુ કેસ નોંધાયા છે. જેમાંથી 220 સંક્રમિત લોકો મૃત્યુ પામયા છે.
મહારાષ્ટ્ર સરકારના મંત્રી અસલમ શેખે જણાવ્યુ કે, મુંબઈને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. જે લોકો બહારથી કે અન્ય જગ્યા પરથી પ્રવાસ કરી આવી રહ્યાં છે તેઓને કોરન્ટાઈન કરવા માટે કોવિડ સેન્ટર તૈયાર કરવામાં આવી રહ્યાં છે. તેમજ ઓકસીજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.કેરેલા રાજ્યના આરોગ્યમંત્રી વીણા જ્યોર્જે મંગળવારે જણાવ્યું હતું કે જયાં ઓમિક્રોનનુ સંક્રમણ વઘુ છે તેવાં દેશોમાંથી કેરળમાં આવેલા કોવિડ -19 પોઝિટિવ વ્યક્તિઓના 10 નમૂનાઓમાંથી આઠમાં ઓમિક્રોન વાયરસના નેગેટીવ રીપોર્ટ આવ્યો છે.
દિલ્હીમાં રવિવારના રોજ કોરોનાવાયરસના ઓમિક્રોન વેરિઅન્ટનો પ્રથમ કેસ નોંધ્યો હતો, જેમાં 37 વર્ષીય પુરુષ જે તાન્ઝાનિયાથી દિલ્હી આવ્યો હતો તેમજ બંને રસીના ડોઝ લગાડેલા હતા તે ઓમિક્રોન પોઝિટીવ આવેલ છે. આ વાઈરસને અટકાવવા માટે કોવિડ -19 પ્રોટોકોલનું પાલન કરવાની જરૂર છે.