સુરત: (Surat) ક્રિસમસના (Christmas) દિવસે મહિલાઓએ ઘરે તૈયાર કરેલી વસ્તુના વેચાણના નામે એક્ઝિબિશનનું (Exhibition) આયોજન કરી ડીજે પાર્ટીમાં (DJ party) ઝૂમી રહેલા લોકોના વાયરલ વિડીયોમાં(Viral video) ત્રણ સામે ફરિયાદ દાખલ (Complaint filed) કરવામાં આવી છે. ઉમરા પોલીસે રાત્રે તપાસ કરતા ઉધના મગદલ્લા રોડના (Udhana Magadalla Road) એક પાર્ટી પ્લોટ ઉપર આયોજન થયું હોવાનું ધ્યાને આવતા ત્રણેય આયોજકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉધના મગદલ્લારોડ સ્થિત પાર્ટી પ્લોટ ઉપર આયોજન કરનાર હિતુલ જોષી, દિપક અગ્રવાલ અને કશીશ સોમાની સામે પોલીસ કમિશનર જાહેરનામા ભંગની ફરિયાદ
ઉમરા પોલીસની હદમાં ક્રિસમસની રાત્રે હજારોની સંખ્યામાં ડીજે પાર્ટીમાં ઝૂમી રહેલા લોકોનો વીડિયો વાયરલ થયો હતો. આ વિડીયો વાયરલ થયા બાદ પોલીસ દોડતી થઈ ગઈ હતી. શરૂઆતમાં તો પોલીસને આવું કોઈ આયોજન મળી આવ્યું નહોતું. બાદમાં ઉધના મગદલ્લા રોડ પર આવેલા એક પાર્ટી પ્લોટમાં આયોજન થયાનું સામે આવ્યું હતું.
ઉમરા પોલીસે ડી.એમ.ડી પાર્ટી પ્લોટમાં મહિલાઓ દ્વારા પોતાના ઘરે તૈયાર કરવામાં આવેલી વસ્તુઓના વેચાણ માટે ધીફ્લી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 400થી વધુ લોકો એકત્ર થયા હતા અને તેમણે માસ્ક પહેર્યા નહોતા. સોશિયલ ડિસ્ટન્સ પણ નહીં જાળવી કોરોના ગાઇડલાઇનનો ભંગ કર્યો હતો. જેને પગલે પોલીસ એક્ઝિબીશનનું આયોજન કરનાર ઇવેન્ટ મેનેજર હિતુલ પ્રકાશ જોષી (ઉ.વ. 20 રહે. બી 115, નિલકંઠ સોસાયટી, સુમુલ ડેરી રોડ), કશિશ સીમર સોમાની (ઉ.વ.22 રહે. એ 16, ગોકુલ રો હાઉસ, સરગમ શોપિંગ સેન્ટરની પાછળ, પાર્લેપોઇન્ટ) અને ટ્યુશન ક્લાસિસના સંચાલક દિપક અશોક અગ્રવાલ (ઉ.વ. 39 રહે. 303, ભગવતી દર્શન એપાર્ટમેન્ટ, ઉમા ભવનની સામે, ભટાર) વિરૂદ્ધ પોલીસ કમિશનરના જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.