ભારતમાં જે દાતાઓ, ભામાશાઓ બેઠા છે તેવા વિદેશમાં નથી. વિદેશી દાતા ખૂબ ગણતરી પૂર્વકનું ધન દાન કરી નામના સાથે ધંધો પણ કરી લે છે.
જ્યારે ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરલ ફંડ ખાતામાં ટાટા ગ્રુપના 1500 કરોડ, આર્મી – 500 કરોડ, રિલાયન્સ ગ્રુપ – 500 કરોડ, ઈન્ડીયન ઓઈલ ગેસ કં. – 500 કરોડ આઈટીસી – 150 કરોડ, અલ્કેમ લેબ – 7 કરોડ, હિન્દુસ્તાન યુની લીવર 100 કરોડ, અનિલ અગ્રવાલ (વેદાતા) 100 કરોડ, હીરો સાઈકલ 100 કરોડ, બજાજ ગ્રુપ 100 કરોડ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ – 51 કરોડ, સી.આરપીએફ- 33 કરોડ, 81 લાખ, અક્ષય કુમાર (ફિલ્મ સ્ટાર) 25 કરોડ, બાબા રામદેવ (પતાંજલી) 25 કરોડ, સન ફાર્મા 25 કરોડ, ઓલા 20 કરોડ, પેટીએમ-5 કરોડ + હેંડવોશ, મૂકેશ અંબાની 5 કરોડ – હોસ્પિટલ, આનંદ મહિન્દ્રા – હોટલ્સ + વેટિલેટર, પ્રભાષ – 4 કરોડ, રાજેશ અગ્રાહરી (રાજેશ મસાલા ગ્રુપ) 2 કરોડ, અનીતા ડોંગરે 1.5 કરોડ, અલ્લુ અર્જુન 1.25 કરોડ, રામ ચરણ 1.40 કરોડ, પવન કલ્યાણ – 1 કરોડ, મહેશ બાબુ 1 કરોડ, ચિરંજીવી 1 કરોડ, હેમામાલિની 1 કરોડ, બાલાકૃષ્ણ 1 કરોડ, જૂનીયર એનટીઆર – 75 લાખ, સની દેઓલ 50 લાખ, સૌરભ ગાંગુલી – 50 લાખ, સુરેશ રૈના 52 લાખ, સચિન તેડુંલકર – 52 લાખ, કપિલ શર્મા 50 લાખ, રજનીકાંત – 50 લાખ, શ્યામા ચરણ રાજગુપ્તા (ભૂતપૂર્વ એમપી, અલાહાબાદ) 25 લાખ, હજુ આ ફંડની આવક ચાલુ જ છે. ત્યારે તમે બધાએ જેણે બોલીવુડનો ભાઈ બનાવ્યો છે તેણે કે તેના ભાઈ કે શિષ્યો કે સભ્ય તરફથી એકે ફડીયુ આ ફંડમાં આપ્યો નથી. જેણે તમે ફોન કરીને ઘર સુધી બર્ગર-પિત્ઝા અને ખાવાનો ઓર્ડર આપો છો તે વિદેશી હોટલ-રેસ્ટોરન્ટે કે વિદેશી કાર કુાં એ ભારત દેશમાં આ ફંડમાં દોઢીયું પણ આપ્યું નથી.
દેશદાઝ દરેક ભારતીય નાગરિકોમાં પ્રજ્વલીત ન થશે ત્યાં સુધી એકલ દોકલ. ‘નરેન્દ્ર મોદી’ ની આશા -અપેક્ષા રાખવી વધુ પડતી નથી લાગતી ? જે વ્યકિત કે કાું ઓના સહયોગથી (આર્થિક) ભરત-વાસીયોને મફત કોરોના વેકસીન મળવાની છે તેવી વ્યકિત કે કાું ને સપોર્ટ કરવો તે સમયની માંગ છે.
સુરત -પરેશ ભાટિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.