National

બેન્ડ બાજા બારાત પર કોરોનાનું ગ્રહણ, ફૂલહારની જગ્યાએ માસ્ક અને સેનેટાઇઝરથી લગ્ન

કોરોના ( corona) ના પગલે આ વર્ષે લોકોના લગ્નો અટવાઈ ગયાં છે. ગાઈડલાઈન ( corona guideline) મુજબ માત્ર 50 વ્યક્તિ લગ્નોમાં જોડાઈ શકે છે. હાલ ડિસેમ્બર સુધી કોઈ બુકિંગ આવ્યું નથી. કોરોના પહેલા એપ્રિલ અને મેં મહિનાના બુકિંગ હતા તે પણ કેન્સલ થયા છે. કોરોનાએ લોકોને સાદગી શિખવી દીધી એવું વર્તાઈ રહ્યું છે. કપલના લગ્નમાં તૈયાર થવાના અને બેન્ડ બાજા બારાતના ઓરતા અધૂરા રહી ગયા છે. લગ્નમાં હવે વરરાજા ધોડા પર બેસીને નહીં પણ હાથમાં સેનેટાઈઝર અને મોઢા પર માસ્ક પહેરીને આવે છે, તો બીજી બાજુ સલૂન બંધ હોવાથી દૂલ્હનો પણ બ્રાઈડલ વેરની જગ્યાએ કેઝ્યુઅલ વેરમાં લગ્નની વિધીમાં દેખાઈ રહી છે. સુરતીઓ હવે તમામ વિધીઓ ઘરે ગોઠવીને મંદિરમાં લગ્નનું આયોજન કરી રહ્યા છે. જાણો, કોરોનાને કારણે લગ્ન પ્રસંગોમાં ગ્રહણ લાગી ગયું છે ત્યારે સુરતીઓએ આ વર્ષે કઈ રીતે સાદાઈથી પોતાના લગ્નની ઉજવણી કરી.

1) પાર્ટીપ્લોટ ન મળતા અમે મંદિરમાં લગ્ન કરી લીધા : આશી જરીવાલા

આશી જરીવાલા મેક-અપ આર્ટીસ્ટ છે અને પોતાનું સલૂન ચલાવે છે. તેણે જણાવ્યું હતું કે, મેં ક્યારેય એવું નહોતું વિચાર્યું કે મારું પોતાનું સલૂન હોવા છતા પણ મને લગ્નમાં તૈયાર થવા મળશે નહીં. હાલ મીની લોકડાઉન લાગી ગયું છે અને લગ્નમાં ફક્ત 50 લોકોની જ પરમિશન છે ત્યારે અમે હલ્દી, મહેંદીથી માંડીને તમામ વિધી ઘરે જ પતાવીને પાંચ લોકોની હાજરીમાં મંદિરમાં જઈને લગ્ન કરી લીધા હતા. લગ્નમાં ફોટોગ્રાફર અને મહેમાનો જ ન હોય તો તૈયાર થવાનો કોઈ ફાયદો નથી. કોરોના જશે પછી અમે ફરી એક વખત મેરેજ સેરેમની ગોઠવશું. ત્યાં સુધી સાથે રહેવા માટે અમારી પાસે આ એક જ ઓપ્શન હતો.

2) સંગીત સંધ્યા સહિત લગ્ન પણ ઘરે જ ગોઠવી દીધા : અમી સાવલિયા

અમિ સાવલિયાના અઠવાડિયા પહેલા જ લગ્ન થયા છે. મીની લોકડાઉનને કારણે કરફ્યૂ હોવાથી ધામધૂમથી લગ્ન શક્ય નહોતા. આથી અમે તમામ પ્રસંગો ઘરમાં જ એરેન્જ ક્યા હતા. મને ડી.જે નો ખૂબ સોખ હોવાથી લગ્નની આગલી રાતે અમે ઘરે જ હોલમાં સ્પીકર મુકીને સંગીત સંધ્યા ઉજવી લીધી હતા. મારી ફ્રેન્ડનું ઘરે જ પાર્લર હોવાથી હું બ્રાઈડલની જેમ તૈયાર થઈ હતી. પણ અમારી પ્રિ વેડીંગથી માંડીને પોસ્ટ વેડીંગ સુધીની તમામ વિધીઓ અમે ઘરમાં જ પતાવી દીધી હતી. અમે ફરથી ધામધૂમથી લગ્ન કરીશું.

3)મહેમાનોને વિડીયો કોલ કરીને આશિર્વાદ લઈ લીધા : સતિષ સિંધે

કોરોનાને કારણે લગ્નમાં હવે કંકોત્રીનો રિવાજ જ જાણે બંધ થઈ ગયો હોય એવું લાગી રહ્યું છે. અમે ફક્ત ઘરના સભ્યોની હાજરીમાં જ ઘરની બહારના આંગણામાં બ્રાહ્મણને બોલાવીને લગ્ન કરી લીધા. હાલ મીની લોકડાઉન લાગી ગયું છે ત્યારે 25 કન્યાપક્ષના સભ્યો અને 25 વરપક્ષના સભ્યો હાજર રહ્યા હતા. બાકીના તમામ મહેમાનોને અમે લિન્ક મોકલી દીધી હતી. બે દિવસ પહેલા જ સુરત સહિત આજપબાજુના ગામમાં રહેતા મહેમાનો ઝુમ લીંક સાથે અમારી સાથે કનેક્ટ થઈ ગયા હતા અને અમારા મેરેજ નિહાળ્યા હતા અને અમને આશિર્વાદ આપ્યા હતા.

4) બે કલાકમાં લગ્ન કરીને હું ફરીથી કોરોના ડ્યૂટી પર લાગી ગઈ: હેતલ ભાલોડિયા

હેતલે જણાવ્યું હતું કે તે ડોક્ટર છે અને છેલ્લા એક વર્ષથી તે કોરોના ડ્યૂટીમાં હોવાથી તેણે મેરેજ કરવા વિશે વિચાર્યું જ નહોતું, પરંતું ફેમિલી પ્રેશરને કારણે અંતે તેમણે લગ્નની તારીખ નક્કી કરવી પડી અને ટુકમાં જ લગ્ન કરવાનું નક્કી કર્યું. હેતલે જણાવ્યું હતું કે હાલ જ્વેલર્સથી માંડીને તમામ શોપિંગ બંધ હોવાથી તેણે લગ્ની ખરીદી જ નથી કરી. સવારે તે અમદાવાદથી સુરત પહોંચી અને બપોરે 2 કલાકમાં ફટાફટ મેરેજ વિધી પતાવીને સાંજે 50 લોકોના જમણવારનો કાર્યક્રમ રાખ્યો હતો. લગ્ન કરીને તે બીજે દિવસે સવારે ફરીથી કોરોના ડ્યૂટી પર લાગી ગઈ

Most Popular

To Top