ગાંધીનગર: રાજ્યમાં ઓગસ્ટના આંરભે હવે કોરોનાના (Corona) કેસોમાં ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને જે કેસ 1000ની આસપાસ પહોંચી ગયા હતા તે હવે ઘટીને સોમવારે 606 નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં (Ahmedabad) 1 દર્દીનું સારવાર દરમ્યાન મોત (Death) થયું છે. એકલા અમદાવાદમાં 172 નવા કેસો નોંધાયા છે. રાજયમાં હાલમાં 6413 દર્દી સારવાર લઈ રહ્યા છે. જે પૈકી 13 દર્દી વેન્ટીલેટર પર છે. જ્યારે 6400 દર્દીની સ્થિતિ સ્થિર છે. આજે 729 દર્દીને ડીસ્ચાર્જ કરાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1238393 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે 10971 દર્દીએ જીવ ગુમાવ્યો છે.
આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે રાજ્યમાં નવા નોંધાયેલા કેસો પૈકી અમદાવાદ મનપામાં 172, મહેસાણામાં 75, વડોદરા મનપામાં 48, સુરતમાં 39, સુરત મનપામાં 38, ગાંધીનગરમાં 27, વડોદરામાં 25, રાજકોટ મનપામાં 19, કચ્છમાં 16, ગાંધીનગર મનપામાં 13, મોરબીમાં 13, વલસાડમાં 12, ભાવનગર મનપામાં 11, પાટણમાં 10, અરવલ્લીમાં 8, સાબરકાંઠામાં 8, સુરેન્દ્રનગરમાં 8, તાપીમાં 7, રાજકોટમાં 6, અમરેલીમાં 5, જામનગર મનપામાં 5, નવસારીમાં 5, અમદાવાદમાં 4, આણંદમાં 4, ભરૂચમાં 4, ગીર સોમનાથમાં 4, મહીસાગરમાં 4, પોરબંદરમાં 4, બનાસકાંઠામાં 3, ખેડામાં 3, જામનગરમાં 2, પંચમહાલમાં 2, ભાવનગરમાં 1, દ્વારકામાં 1 એમ કુલ 606 કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે દિવસ દરમ્યાન 2,74,983 લોકોનું કોરોના સામે રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં 11,68,47,239 લોકોને રસી આપવામાં આવી છે.
સુરત જિલ્લામાં કોરોનાના નવા 39 કેસ પોઝિટિવ નોંધાયા
સુરત: સુરત જિલ્લામાં કોરોનાના નવા 39 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે સુરત ગ્રામ્ય વિસ્તારમાં અત્યાર સુધી કોરોનાના કુલ કેસની સંખ્યા 43, 809 થઇ છે. જિલ્લામાં કુલ મરણાંક 559 થયો છે. આજે તાલુકાવાર નોંધાયેલા કેસ જોઇએ તો બારડોલીમાં 7, ચોર્યાસી તાલુકામાં 1, કામરેજમાં 3, મહુવામાં 2, માંડવીમાં 3 અને માંગરોળમાં 17 સહિત ઓલપાડમાં 6 કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે. સુરત જિલ્લામાં હાલ કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા 243 થઇ છે. વિતેલા ચોવિસ કલાક દરમિયાન 28 પેશન્ટને રજા આપવામાં આવી છે. આ સાથે સુરત ગ્રામ્ય વિસ્તારમાં કુલ ડિસ્ચાર્જ પેશન્ટની સંખ્યા 43007 થઇ છે.