National

કોરોનાના સાચા આંકડા રજૂ ન કરવા બાબતે રાહુલ ગાંધીએ સરકાર પર લગાવ્યો આ આક્ષેપ

દેશમાં કોરોના પાછીપાની કરી રહ્યું છે ત્યાં હવે કોરોનાના કારણે ભારતમાં થયેલા મોતના આંકડાઓના વિષયે ચર્ચા પકડી છે. મળતી માહિતી મુજબ WHOએ પોતાના એક અહેવાલમાં દાવો કર્યો છે કે ભારત કોરોનાના કારણે થયેલી મોતના આંકડા રજૂ કરવા અંગેની કામગીરીમાં દખલઅંદાજી કરી રહ્યું છે. આ વાતનો ફાયદો કોંગ્રેસ તેમજ ટીએમસી દ્વારા લેવામાં આવ્યો છે. તેઓએ તરત જ ભાજપ સરકાર ઉપર પોતાની ટિપ્પણી કરવાનું શરૂ કરી દીઘું હતું.

કોંગ્રેસના રાહુલ ગાંધીએ ભાજપ સરકાર ઉપર પોતાની ટિપ્પણી કરતાં જણાવ્યું કે સરકારની બેદરકારીને કારણે કોરોનાકાળ દરમ્યાન 40 લાખ લોકો મૃત્યું પામ્યા હતાં. આ અંગે મહુઆ મોઈએ કહ્યું હતું કે આ આંકડાઓને ન છૂપાવતા તેને ઓછાં કેવી રીતે કરી શકાય તે અંગે ચર્ચા કરી તેનું સમાધાન લાવવું જોઈએ.

આ ધટના અંગે રાહુલ ગાંધીએ મોદી સરકાર ઉપર નિશાન ટાંકતા ટ્વિટર ઉપર અંગ્રેજી સમાચારપત્રના એક રીપોર્ટનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો હતો. જેમાં જોઈ શકાય છે કે વિશ્વમાં કોરોના કારણે કેટલા લોકોના મોત થયા તે અંગેનો રીપોર્ટ રજૂ કરતા સમયે ભારત સરકાર WHOના કાર્યમાં બાધારૂપ બની રહી હતી. આ સાથે રાહુલ ગાંધીએ મોદી ઉપર આરોપ લગાવ્યો હતો કે મોદી પોતે તો જુઠ્ઠું બોલે છે પરંતુ લોકોને પણ સાચું બોલતા અટકાવે છે. આ સાથે તેઓએ લખ્યું હતું કે હજું પણ તેઓ જુઠ્ઠું બોલી રહ્યાં છે કે ઓકિસજનના કારણે કોઈનું મોત નથી થયું. તેઓએ કહ્યું કે મેં અગાઉ પણ કહ્યું હતું કે કોરોનામાં સરકારની બેદરકારીના કારણે 5 નહિ પરંતુ 40 લાખ ભારતીયો મૃત્યું પામ્યા હતાં. વધુમાં તેઓએ કહ્યું હતું કે મોદીજી પોતાની જવાબદારી નીભાવે. કોરોનામાં મૃત્યું પામેલ પરિવારને 4 લાખની સહાય પૂરી પાડે.

યુએન હેલ્થ એજન્સીના અંદાજ મુજબ વર્ષ 2021 ના ​​અંત સુધીમાં કોરોના વાયરસના કારણે 15 મિલિયન લોકો મૃત્યુ પામ્યા છે. આ રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે WHOના મૂલ્યાંકન મુજબ ભારતમાં કોવિડથી મૃત્યુઆંક ઓછામાં ઓછો 40 લાખ છે, જે સત્તાવાર આંકડા કરતા આઠ ગણો છે. જેને લઈને કોંગ્રેસ આરોપ લગાવી રહી છે કે સરકારે કોરોનાથી મૃત્યુના સાચા આંકડા જાહેર કર્યા નથી.

Most Popular

To Top