નવી દિલ્હી: દુનિયામાં હાહાકાર મચાવનાર કોરોના (Corona) ચાઈના વુહાનની (China Wohan) લેબમાંથી ફેલાયો હતો. કોરનાએ પચલા ત્રણ ચાર વર્ષમાં મોતનો (Death) ભારે તાંડવ કર્યો હતો. પણ હવે છેલ્લા કેટલાક કેટલાક મહિનાથી ચીનની હાલત બગડી ચુકી છે. દુનિયા ભરમાં કોરોના કેસ નહીવત અવસ્થામાં આવી ગયા છે તેમાં બે મત નથી. પણ હવે દુનિયા માટે ફરી ખતરાની ઘંટડી વાગી રહી છે. નિષ્ણાત વૈજ્ઞાનિકો અંદાજ કાઢીને આ તારણ ઉપર આવ્યા છે કે જો પરિસ્થિતિ નહિ સુધરેતો રહી તો આગામી 90 દિવસમાં ચીનમાં કરોડો લોકો સંક્રમિત થઈ શકે છે. જો કે આ સમયગાળા દરમિયાન ચીનમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા ચીનની વસ્તીના 60 ટકાથી ઓછી હશે. પણ બીજી તરફ વિશ્વભરના લગભગ 10 ટકા લોકોને ચેપ લાગવાનું જોખમ છે.
- જો પરિસ્થિતિ નહિ સુધરેતો રહી તો આગામી 90 દિવસમાં
- ચીનમાં કરોડો લોકો સંક્રમિત થઈ શકે છે
- ચીન ફરી એકવાર સમગ્ર વિશ્વમાં કોરોના ફેલાવવાનું કારણ બની શકે છે
ચીન ફરી એકવાર સમગ્ર વિશ્વમાં કોરોના ફેલાવવાનું કારણ બની શકે છે
વૈજ્ઞાનિકોએ આપેલી ચેતવણી મુજન લગભગ 8 અબજ લોકો કોરોનાનો શિકાર બની શકે છે. વૈજ્ઞાનિકોની આ આગાહીએ ફરી એકવાર કોરોનાને લઈને સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો છે. એવું માનવામાં આવે છે કે ચીન ફરી એકવાર સમગ્ર વિશ્વમાં કોરોના ફેલાવવાનું કારણ બની શકે છે.જ્યારે વિશ્વના લગભગ તમામ દેશોમાં કોરોના સંક્રમણ અને તેના કારણે થતા મૃત્યુ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે.તમામ દેશોમાં કોરોનાને કારણે અટકેલી ગતિવિધિઓ સામાન્ય થઈ ગઈ છે.તમામ દેશોમાં લોકડાઉન પણ હટાવી દેવામાં આવ્યું છે.પરંતુ ફરી એક વાર મોટો ખતરો ઘૂંટ્યો છે.
ફરી એક વાર મોતનો તાંડવ થશે તો લાખો લોકો મરી શકે છે
રોગચાળાના નિષ્ણાતોએ આગાહી કરી છે કે જો વર્તમાન સંક્રમણની આ જ ગતિ ચાલુ રહેશે તો ફરી એકવાર વિશ્વ કોરોનાને કારણે મૃત્યુનો તાંડવ થઇ શકે છે..એટલુજ નહિ આ વખતે મૃત્યુનો આંક લાખોમાં જ હશે જેનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ હશે. વૈજ્ઞાનિકોની આ ભયાનક આગાહીએ એવા દેશોમાં પણ ગભરાટ ફેલાવી દીધો છે જેઓ કોરોનામાંથી લોકો લગભગ સાજા થઈ ગયા છે. રોગચાળાના નિષ્ણાતો કહે છે કે આ માત્ર શરૂઆત છે.