એક તરફ જામનગર , સુરત , વિજાપુર તથા વડોદરામાં ઓમિક્રોનનના કેસો સામે આવ્યા છે ત્યારે હવે અમદાવાદમાં બે શાળાઓમાં વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. મળતી માહિતી મુજબ , છારોડી નિરમા વિદ્યાવિહારના ધો -5,9, તથા 11ના ત્રણ વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. આ ઉપરાંત ઉદગમ સ્કૂલના ધો-2 નો વિદ્યાર્થી કોરોનાથી સંક્રમિત થયો છે.
સ્કૂલોમાં સામે આવેલા કોરોનાના નવા કેસોમાં સુરતમાં 9, અમદાવાદમાં 4, રાજકોટમાં 3 તથા 2 કેસ વડોદરામાં સામે આવી ચૂક્યા છે. જેના પગલે શાળાઓ દ્વ્રારા આગામી 4 દિવસ માટે ઓફ લાઈન શિક્ષણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. બીજી તરફ વાલી મંડળ દ્વ્રારા સરકાર સમક્ષ એવી રજૂઆત કરાઈ છે કે રાજયમા શાળાઓમાં હવે કોરોનાના કેસોનો પગ પેસારો થઈ કગયો હોવાથી સરકારે જાન્યુ. સુધી શાળાઓ બંધ રાખવી જોઈએ.
ઓલ ગુજરાત વાલીમંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતુ કે, ગુજરાતમાં સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ ચાલુ છે. તેની સાથે રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે. તેમજ ઓમિક્રોનની દહેશત પણ વધી રહી છે. આ દરમિયાન અમદાવાદ, વડોદરા અને સુરતની સ્કૂલોમાં વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યાં છે. જેથી વાલી મંડળની માંગ છે કે ગુજરાતની શાળાઓમાં ભણતો વિદ્યાર્થી સંક્રમિત થાય તો તેનો હોસ્પિટલ અને મેડિકલનો ખર્ચો ગુજરાત સરકાર ઉઠાવે. તે ઉપરાંત સરકાર તાત્કાલિક શાળાઓમાં ચેકિંગ ચાલુ કરાવીને નવી ગાઈડલાઈનનું પાલન કરાવે. તેમજ ઘોરણ 1થી12ની શાળાઓ 15 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લેવો જોઈએ.