Gujarat Main

રાજય સરકારે લગ્ન પ્રસંગ તેમજ અન્ય સામાજીક પ્રસંગમાં મૂકવામાં આવેલ પ્રતિબંઘો હટાવ્યા

રાજયમાં કોરોનાના (Corona) કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જેને પગલે સરકારે (Government) પણ તેઓની ગાઈડલાઈનમાં ફેરફાર કર્યા છે. 28 ફેબ્રુઆરીના રોજ રાજય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે રજયમાં હવે લગ્ન પ્રસંગ તેમજ અન્ય સામાજીક પ્રસંગમાં અગાઉ જે પ્રતિબંઘ મૂકવામાં આવ્યો હતો તે હટાવવામાં આવ્યો છે.

આ સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કોરોનાની ગાઈડલાઈન્સના નિયમોમાં વઘુ છૂટછાટો જાહેર કરી હતી. જે મુજબ ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સીંગ, જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ અને સેનિટાઇઝેશન-વારંવાર હાથ ધોવાના નિયમો યથાવત રહેશે. આ સાથે બંધ જગ્યાએ યોગ્ય વેન્ટીલેશન રાખવાનું રહેશે. તેમજ સરકારી કચેરીઓમાં પ્રવેશ માટે પણ વેક્સિનેશન સર્ટિફિકેટ બતાવી પ્રવેશ મેળવી શકાશે. ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ કોવિડ સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇન્સનો તા. 31માર્ચ 2022 સુધી રાજ્યમાં અમલ કરવાનો રહેશે.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય રાજ્ય મંત્રી નિમીષાબહેન સહિત મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, ગૃહના અધિક મુખ્ય સચિવ રાજકુમાર અને વરિષ્ઠ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top