રાજ્યમાં કોરોનાની પકડ હવે ઢીલી થઈ હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં નવા કેસની સંખ્યા 10,000ની અંદર નોંધાયા છે. શુક્રવારે નવા 9,995 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદ મનપામાં 15 મૃત્યુ સાથે રાજ્યમાં કુલ મૃત્ય 104 થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 8944 થયો છે.
શુક્રવારે અમદાવાદ મનપામાં 15, સુરત મનપામાં 9, સુરત ગ્રામ્યમાં 4, વડોદરા મનપામાં 6, વડોદરા ગ્રામ્યમાં 4, રાજકોટ મનપામાં 5, રાજકોટ ગ્રામ્યમાં 5, જામનગર મનપામાં 6, ભાવનગર મનપામાં 3, જૂનાગઢ મનપામાં 2, જૂનાગઢ ગ્રામ્યમાં 6, કચ્છમાં 3, મહેસાણામાં 2, સહિત કુલ 104 દર્દીઓએ જીવ ગુમાવ્યાં છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ મનપામાં 2764, સુરત મનપામાં 631, વડોદરા મનપામાં 639, રાજકોટ મનપામાં 316, ભાવનગર મનપામાં 201, ગાંધીનગર મનપામાં 98, જામનગર મનપામાં 242 અને જૂનાગઢ મનપામાં 244 કેસ નોંધાયા છે. જ્યારે સુરત ગ્રામ્યમાં 219, જામનગર ગ્રામ્યમાં 151, વલસાડમાં 109, મહેસાણામાં 338, વડોદરા ગ્રામ્યમાં 429 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 1,17,373 છે વેન્ટિલેટર ઉપર 786 અને 1,16,587 દર્દીઓ સ્ટેબલ છે.
બીજી તરફ આજે 15,365 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 6,09,031 દર્દીઓ સાજા થયા છે.આજે 18 થી 45 વર્ષ સુધીના વ્યકિતઓનો પ્રથમ ડોઝ 33050, આમ આજે કુલ 33050 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. જ્યારે અત્યાર સુધીમાં 1,47,51,911 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.