કુલ પોઝિટીવ : 22, કુલ શંકાસ્પદ : 248, કુલ નેગેટિવ : 211, પેન્ડીંગ : 16, કુલ મોત : 4, કુલ કોરોન્ટાઇન : 1558
સુરત : છેલ્લા ચાર-પાંચ દિવસથી શહેરમાં કોરોના પોઝિટિવ રિપોર્ટ આવવાનો સિલસિલો યથાવત રહેતા આરોગ્યતંત્ર ચિંતામાં મુકાયું છે તો શહેરમાં ભયનો માહોલ છે. ત્યારે મંગળવારે સુરતમાં કોરોનાના કારણે બે મોત થયા હતા તેમજ ત્રણ પોઝિટિવ દર્દી નોંધાયા હતા તો બુધવારે સેન્ટ્રલ ઝોનમાં સોદાગરવાડ વિસ્તારનાં નિવાસી 70 વર્ષીય મહિલા ફાતેમાબીબી સરબતવાલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને તેઓ 6 એપ્રિલના રોજ મિશન હોસ્પિટલમાં એડમિટ થયા હતાં.
ઉપરાંત ગઇ કાલે રાંદેર-ગોરાટ રોડ પર જે રેન્ડમલી સેમ્પલ સુરત મનપાના આરોગ્ય વિભાગે લીધા હતા તે પૈકી ગોરાટ રોડ પરના અલ અમિન એપાર્ટમેન્ટના વોચમેન 68 વર્ષિય હસનચાચા પટેલનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. દરમિયાન બુધવારે 19 શંકાસ્પદ દર્દી દાખલ કરાયા હતા તે પૈકી ત્રણના રિપોર્ટ નેગેટિવ આવી ગયા છે. જયારે 16ના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. સુરતમાં અત્યાર સુધીમાં કોરોનાના 22 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 211 કેસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. અને 4 મોત નોંધાઈ ચુકી છે.
કોના કોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા
- સોદાગરવાડમાં રહેતા અને ભાગાતળાવના જાણીતા એ-વન કોકોના માલિકના માતા ફાતેમાંબીબી સરબતવાલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 70 ફાતેમાબીબી કયાંય બહાર નિકળ્યા નથી પરંતુ તેમના પુત્રો 21મી તારીખ સુધી મસ્જીદમાં જતા હતા અને દુકાને પણ જતા હતા. ફાતેમાંબીબીનો રિપોર્ટ પોઝિટિવ આવતા એ-વન કોકોના 6 ફેમિલી મેમ્બર સહિત ત્રણ વર્કરને ક્વોરન્ટાઈન કરી દેવાયા છે
- મંગળવારે કોરોના પોઝિટિવ આવ્યા બાદ જેનું મોત થયું હતું એ અહેસાન રસીદખાન જ્યાં રહેતા હતા તે ગોરાટ રોડ પરના અલ અમિન રેસીડેન્સીના વોચમેન 68 વર્ષિય હસનચાચા પટેલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વોચમેનને અહેસાનખાનના સંપર્કરમાં આવવાથી ચેપ લાગ્યો હોવાની સંભાવના જોવાઈ રહી છે. હસનચાચા પટેલ સુલતાનિયા જીમખાના પાસે રહે છે.