સર્વોચ્ચ અદાલતે બુધવારે સલાહ આપી હતી કે કેન્દ્ર સરકારે એક વ્યવસ્થા અપનાવવી જોઈએ જેમાં કોવિડ-19ના ટેસ્ટ કરતી ખાનગી લેબ લોકો પાસે વધુ પડતા પૈસા ન લે અને સરકારે લેબ દ્વારા લેવામાં આવતા શુલ્ક લોકોને પરત કરી દેવા જોઈએ.એ
જસ્ટિસ અશોક ભૂષણ અને એસ રવિન્દ્ર ભાટની બેન્ચને કેન્દ્ર સરકારે કહ્યું હતું કે અગાઉ રોજના 118 લેબ દ્વારા 15000 ટેસ્ટ કરવામાં આવતા હતા, ત્યારબાદ ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે. 47 ખાનગી લેબને કોવિડ-19નો ટેસ્ટ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
ટોચની અદાલત વકીલ શંશાક દેવ સુધીની અરજી પર સુનાવણી કરી રહી હતી જેમાં દેશના સમસ્ત નાગરિકોને મફતમાં કોવિડ-19નો ટેસ્ટ કરાવવાની સુવિધા આપવા કેન્દ્ર સરકારને નિર્દેશ આપવાની માગણી કરવામાં આવી હતી.
શશાંકે બેન્ચને કહ્યું હતું કે કોવિડ-19નો ટેસ્ટ મોંઘો છે એટલે તે મફતમાં થવો જોઈએ.
સોલિસિટર જનરલ તુષાર મહેતા કેન્દ્ર સરકાર તરફથી ઉપસ્થિત રહ્યા હતા, તેમણે કહ્યું હતું કે અત્યારે સ્થિતિમાં સતત ફેરફાર થઈ રહ્યા છે અને આ સમયે સરકારને ખબર નથી કે કેટલી લેબોરેટ્રીઝની જરૂર પડશે અને લૉકડાઉન કેટલા સમય સુધી ચાલશે.
આના પર અદાલતે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે ખાનગી લેબ વધુ ફી ન લે અને સરકારે એક એવી વ્યવસ્થા અપનાવવી જોઈએ જેનાથી ટેસ્ટ માટે ચાર્જ કરાયેલા પૈસા સરકાર પરત કરી દે.
અરજીમાં વહીવટીતંત્રને કોરોના વાયરસ માટેના ટેસ્ટમાં ઝડપ લાવવાના નિર્દેશ આપવા પણ કહેવાયું હતું આ માટે તેમણે દેશભરમાં વધી રહેલા મૃત્યુઆંક પર ધ્યાન દોર્યું હતું.
અરજીમાં ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના (આઈસીએમઆર) સૂચન પર પ્રશ્ન ઉઠાવ્યા હતાં જેમાં ખાનગી હૉસ્પિટલ અથવા લેબમાં કોવિડ-19ના ટેસ્ટ માટે ટોચ મર્યાદા રૂ. 4500 રાખવામાં આવી હતી.
કોરોના ટેસ્ટના પૈસા સરકાર આપે એવી વ્યવસ્થા ઉભી કરો: સર્વોચ્ચ અદાલત
By
Posted on