Gujarat

કોરોનાએ ગુજરાતમાં ઉત્તરાયણે પછડાટ ખાધી – નવા 570 કેસો – 3 દર્દીઓનું મોત

ઉત્તરાયણે કોરોનાએ ગુજરાતમાં પછડાટ ખાધી છે. રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 570 કેસો નોંધાયા છે. જયારે સારવાર દરમ્યાન વધુ 3 દર્દીઓનું મૃત્યુ થયુ છે. જયારે રાજયમાં કોરોનાના કુલ કેસો વધીને 2.54 લાખ સુધી પહોચી ગયા છ. જયારે રાજયમાં આજે વધુ 737 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે.અત્યાર સુધીમાં 2.42 લાખ જેટલા દદીઓએ કોરોનાને મ્હાત આપી છે.

આજે રાત્રે ગાંધીનગરમાં રાજયના આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે રાજયમાં આજે કોરોનાના નવા 570 કેસો નોંધાયા છે. એટલે કે 600છી પણ કેસો નીચે ઉતર ગયા છે. નવા કેસોમા ઘટાડો નોંધાઈ રહયો છે. નવા 570 કેસો સામે 737 દર્દીઓને સારવાર દરમ્યાન સાજા થઈ જતાં રજા આપી દેવામાં આવી છે. આ રીતે રાજયમાં દર્દીઓનો સાજા થવાનો દર વધીને 95.51 ટકા થઈ ગયો છે. રાજમા અત્યાર સુધીમાં 2.42 લાખ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.


હાલમાં રાજયમાં સારવાર હેઠળ 7056 દર્દીઓ છે, જે પૈકી વેન્ટીલેટર પર 54 દર્દીઓ અને અય 7002 દર્દીઓની સ્થિતિ સ્થિર છે.રાજયમાં આજે ઉત્તરાયણના દિને 3 દર્દીઓનું મૃત્યુ થયુ છ. જેમાં અમદાવાદ મનપામાં 1, ગાંધીનગર જિ.માં 1 અને વડોદરા જિ.માં 1 એમ કુલ 3 દર્દીઓનું મૃત્યુ થયુ છે.

આજે નવા નોંધાયેલા 570 નવા કેસો પૈકી મનપા વિસ્તારમાં 351 કેસો નોંધાયા છે.જયારે ગ્રમાય વિસ્તારમાં 219 કેસો નોંધાયા છે. એકલા અમદાવાદમાં અત્યાર સુધીમાં 59,530 કેસો સામે 2275 દર્દીઓનું મૃત્યુ , સુરતમાં અત્યાર સુધીમાં 51,131 કેસો સામે 778 દર્દીઓનું મૃત્યુ , વડ઼ોદરામાં 26,505 કેસો સામે 240 દર્દીઓનું મૃત્યુ , રાજકોટમાં 21,261 કેસો સામે 194 દર્દીઓનું મૃત્યુ , જામનગરમાં 10,344 કેસો સામે 35 દર્દીઓનું મૃત્યુ અને ગાંધીનગરમાં 8351 કેસો સામે 102 દર્દીઓનું મૃત્યુ થયુ છે

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top