SURAT

દીક્ષાંત સમારોહમાં ડિગ્રી આપનાર નર્મદ યુનિ. 24 હજાર બેરોજગાર વિદ્યાર્થીઓને નોકરીની ગેરંટી આપશે?

સુરત: (Surat) વીર નર્મદ દ‌ક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના (South Gujarat University) આગામી મહિનામાં યોજાનારા પદવીદાન સમારોહમાં વિવિધ ડિગ્રી માટે અરજી કરનાર કુલ ૩૬,૭૯૮ વિદ્યાર્થીઓ પૈકી ૨૪,૫૯૯ વિદ્યાર્થીઓએ (Students) બેરોજગાર હોવાનું જાહેર થયું છે. વિકાસનું મોડલ ગણાતા સુરત શહેર સહિત દ.ગુ.માં અભ્યાસપૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓને નોકરી મેળવવાના ફાંફા પડતા હોવાની ચોંકાવનારી બાબત પણ સામે આવી છે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આગામી ફેબ્રુઆરીમાં યોજાનારા 52માં પદવીદાન સમારોહમાં વિવિધ અભ્યાસક્રમમાં ડિગ્રી લેવા માટે ૩૬,૭૯૮ વિદ્યાર્થીઓ અરજી કરી છે. આ વિદ્યાર્થીઓ હાલ શું કરી રહ્યા છે, તેની માહિતી મેળવવા માટે યુનિવર્સિટી તરફથી ઓનલાઇન ફોર્મ ભરાવવામાં આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા દર્શાવવામાં આવેલી વિગતો જોવા જઇએ તો ૨૪,૫૯૯ વિદ્યાર્થી પાસે રોજગાર ન હોવાની વિગતો જણાવી છે. જયારે માત્ર ૨૨૮૭ વિદ્યાર્થીઓને રોજગાર મળ્યો હોવાનું જણાવ્યું છે. જ્યારે ૯,૯૧૨ વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યાં છે.

વધુમાં જોવા જઇએ યુનિવર્સિટી સમક્ષ જે ૨૨૮૭ વિદ્યાર્થીઓએ રોજગારી હોવાની કબુલાત કરી છે, તે પૈકી ૧૬૬૦ વિદ્યાર્થી નોકરી કરી રહ્યા છે. ૪૨૭ વિદ્યાર્થીઓ ફેમિલી બિઝનેસમાં, તો ૨૦૦ વિદ્યાર્થીઓએ પોતાનો વ્યવસાય શરૂ કર્યો છે. સામાન્ય રીતે જોવા જઇએ તો ઉચ્ચ શૈક્ષણિક સંસ્થામાંથી અભ્યાસ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓને નોકરી નહીં મળતા હોવાની ફરિયાદ કેન્દ્ર અને રાજ્ય સરકારને વારંવાર કરવામાં આવી રહી હોવાથી સંબંધિત વિભાગો તરફથી પણ યુનિવર્સિટી પાસે રોજગાર સંદર્ભે માહિતી માંગવામાં આવી રહી છે.

ગાંધીનગર કલા મહાકુંભમાં સુરતના યુવાને પ્રથમ ક્રમ મેળવ્યો

સુરત: રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજીત કલા મહાકુંભ-2020-21 માં સુરતના ઓમ સમીરભાઇ પટેલ વય જૂથ 15 થી 20 માં સુરત જીલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. ત્યારબાદ ભાવનગર પાલીતાણા ખાતે તબલા- વાદન સ્પર્ધામાં સમગ્ર રાજયકક્ષાએ આંઠમો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. તેમની સાથે હાર્મોનિયમ સંગત કેવલ પરેશભાઇ પટેલે કરી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top