વર્ષો અગાઉ સ્વામી વિવેકાનંદે કહેલું સત્ય આપણે ન ભૂલીએ, ‘ખ્રિસ્તીઓ ઘણા સારા, પણ ખ્રિસ્તીકરણ આપણને ન જ ખપે.’ આઝાદી બાદ પણ ઘણાં વર્ષોથી પાદરી-મૌલવી દ્વારા ખ્રિસ્તીસ્લામીકરણ ઉઘાડેછોગ થતું રહયું છે. કોઇને કંઇ પડી નથી. વટાળ પ્રવૃત્તિઓ ઘણાં બધાં રાજયોમાં થાય છે. ધર્મ પરિવર્તનના કાયદાઓ છે પરંતુ અમુક પક્ષો વોટ બેંકની રાજનીતિને હિસાબે અમલ નથી કરતા. ભારત વર્ષના હે ભાગ્ય વિધાતાઓ! ધર્મ નિરપેક્ષતાના ભોગે ધર્માંતરણ અમને કયારે ય ન ખપે. ઊઠો, જાગૃત થાઓ, આજે નહીં તો પછી કયારે ય નહીં.
અમદાવાદ – અરુણ વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.