Sports

મેચ પછી શરૂ થયો મોટો વિવાદ, વિરાટ કોહલી પર લાગ્યો ફેક ફિલ્ડિંગનો આરોપ

એડિલેડ: ભારત અને બાંગ્લાદેશ (India V/S Bangladesh) વચ્ચે T20 વર્લ્ડ કપ 2022માં (T20 World Cup 2022) બુધવારે (2 નવેમ્બર) રમાયેલી મેચમાં ભરપૂર રોમાંચક રહી હતી. વરસાદને કારણે બંને ટીમો સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ન આપી શકી હતી, પરંતુ ભારત અને બાંગ્લાદેશ બંને માટે આ મેચ મહ્વત્વપૂર્ણ હતી. અને તેથી જ હવે મેચ હારનાર બાંગ્લાદેશ પોતાની હારનો ઠીકરો ઓનફિલ્ડ અમ્પાયરો પર ફોડી વિરાટ કોહલી (Virat Kohli) પર ફેક ફિલ્ડીંગનાં (fake fielding) આરોપો લગાવ્યા છે. હવે આ મામલે અનેકો નિવેદનો આવી રહ્યા છે. ટી-20 વર્લ્ડ કપ 2022ની વરસાદથી પ્રભાવિત આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પાંચ રનથી જીત મેળવી હતી જે ડકવર્થ-લુઈસ (Duckworth-Lewis) નિયમ હેઠળ મળી હતી. આ મેચમાં એવી ઘણી ક્ષણો આવી હતી જે વિવાદોમાં રહી હતી, પરંતુ એક ક્ષણને લઈને આરોપ-પ્રત્યારોપનો સિલસિલો શરૂ થઈ ગયો છે.

મેચ બાદ પણ ભારત-બાંગ્લાદેશ સામસામે
બાંગ્લાદેશે વિરાટ કોહલી પર ફેક ફિલ્ડિંગ કરવાનો આરોપ લગાવ્યો છે, જે બાદ સોશિયલ મીડિયા પર પણ જોરદાર ચર્ચા ચાલી રહી છે. ભારત-બાંગ્લાદેશ મેચ બાદ બાંગ્લાદેશના નુરુલ હસને આરોપ લગાવ્યો હતો કે મેચ દરમિયાન એક ક્ષણ એવી આવી હતી જ્યારે ઓનફિલ્ડ અમ્પાયરો વિરાટ કોહલીની ફેક ફિલ્ડિંગ ચૂકી ગયા હતા. જો અમ્પાયરોએ ધ્યાન આપ્યું હોત તો ભારતને પાંચ રનની પેનલ્ટી મળી હોત અને અમે મેચ જીતી શક્યા હોત. નુરુલ હસને કહ્યું કે વરસાદ બાદ મેદાન ભીનું થઈ ગયું હતું, તેથી અમે આ બાબતો પર ચર્ચા કરી હતી. મેચમાં નકલી થ્રો પણ હતો, તેમાં પાંચ રનની પેનલ્ટી લાગી શકતી હતી, પરંતુ કંઈ પણ અમારા પક્ષમાં ન હતું.

શું છે સમગ્ર વિવાદ?
એડિલેડમાં રમાયેલી આ મેચમાં જ્યારે બાંગ્લાદેશની ટીમ બેટિંગ કરી રહી હતી ત્યારે ઈનિંગની સાતમી ઓવરમાં આ ઘટના બની હતી. જ્યારે બાંગ્લાદેશના લિટન દાસ અને નજમુલ હુસેન શાંતો બેટિંગ કરી રહ્યા હતા. મેચ દરમિયાન જયારે બાંગ્લાદેશી બેટ્સમેને શોટ માર્યો ત્યારે ભારતના અર્શદીપ સિંહે ડીપમાંથી બોલ ફેંક્યો અને નુરુલ કહે છે કે પોઈન્ટ પર ઉભેલા વિરાટ કોહલીએ તેને કેચ લીધો અને રિલે થ્રો વડે તેને બીજા છેડે ફેંક્યો. આ ઘટનાના આધારે તે વિરાટ કોહલી પર ખોટી ફિલ્ડિંગનો આરોપ લગાવી રહ્યો છે.

શું કહે છે ICCના નિયમો?
હાલના દિવસોમાં આ મેચમાં ફેક ફિલ્ડિંગને લઈને મોટી ચર્ચા સાંભળવા મળી રહી છે. ICCની રમતના નિયમ 41.5 અનુસાર, જો નિયમોનું પાલન કરવામાં આવે તો, ફિલ્ડિંગ ટીમ ઈરાદાપૂર્વક બેટ્સમેનને અવરોધે નહીં અથવા તેનું ધ્યાન ભટકાવી શકે નહીં. જો અમ્પાયરને લાગે કે કોઈ ખેલાડીએ નિયમ તોડ્યો છે, તો તે ડેડ બોલ જાહેર કરી શકે છે અને પેનલ્ટીના પાંચ રન આપી શકે છે. શાન્તો અને લિટન કોહલી તરફ જોતા પણ નહોતા, તેથી તેના વિચલિત થવાનો કોઈ પ્રશ્ન જ નહોતો. આથી હવે મેચ અધિકારીઓની ટીકા કરવા બદલ નુરુલને સજા મળે તેવી શક્યતા છે.

કોમેન્ટેટર હર્ષા ભોગલેએ ટ્વિટ દ્વારા કર્યો ખુલાસો
કોમેન્ટેટર હર્ષા ભોગલેએ આ મુદ્દે અનેક ટ્વિટ કરીને વિવાદનો ખુલાસો કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં એક ટ્વિટમાં હર્ષા ભોગલેએ લખ્યું, ‘ફેક ફિલ્ડિંગ વિવાદ વિશે વાત કરીએ તો સત્ય એ છે કે તેને કોઈએ જોયું નથી. ન તો અમ્પાયરો, ન બેટ્સમેન કે ન અમે. નિયમ 41.5 આવા કિસ્સાઓમાં પાંચ રનની પેનલ્ટીનો ઉલ્લેખ કરે છે (આ પણ અમ્પાયરો પર આધાર રાખે છે) પરંતુ જ્યારે કોઈએ ધ્યાન ન આપ્યું હોય ત્યારે તમે શું કરશો. મને નથી લાગતું કે કોઈ ફરિયાદ કરશે કે જમીન ખૂબ ભીની હતી.

પ્રખ્યાત કોમેન્ટેટર આકાશ ચોપરાએ પણ આપી પ્રતિક્રિયા
આકાશ ચોપરાએ પણ આ જ મુદ્દા પર વાત કરી અને લખ્યું કે શું ખરેખર ફેક ફિલ્ડિંગ થયું છે? એક યુઝરના ટ્વીટનો જવાબ આપતા આકાશ ચોપરાએ કહ્યું કે આ યોગ્ય નથી. તે અમ્પાયરો પર છે કે તેઓ કોને ફેક ફિલ્ડિંગ માને છે અને તે પછી પાંચ રનની પેનલ્ટી, બોલ ન ગણવા જેવી બાબતો સામે આવે છે. આ કિસ્સામાં ચેતવણી આપવા જેવી કોઈ વાત નથી. અહીં યુઝર નિયમમાં ચેતવણીનો ઉલ્લેખ કરી રહ્યો હતો જે આકાશના મતે ખોટો હતો.

Most Popular

To Top