માતા વૈષ્ણોદેવી (કટરા)ના પવિત્ર મંદિરની તળેટીમાં સ્થિત શ્રી માતા વૈષ્ણોદેવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એક્સેલન્સ (SMVDIMI) એક એવા વિવાદમાં ફસાઈ ગયું છે જે ટાળી શકાય તેવું લાગતું હતું. માત્ર છ મહિના જૂની મેડિકલ કોલેજને અચાનક પૂર્વ રાજ્યમાં સાંપ્રદાયિક ધ્રુવીકરણનું સાધન બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે 5 ઓગસ્ટ, 2019 ના બંધારણીય ફેરફારોના પરિણામ સાથે સમાધાન કરવા માટે બધી રીતે સંઘર્ષ કરી રહી છે, જે મોટા ભાગે જમ્મુ અને કાશ્મીર અથવા લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશ માટે સારા સંકેત નથી, જેમ કે તે પછીના ઘટનાક્ર્મ દ્વારા પ્રતિબિંબિત થાય છે.
એવું ભાગ્યે જ બને છે કે ઉમેદવારોની પસંદગી અંગેનો વિવાદ, આ કિસ્સામાં કેન્દ્રીય એજન્સી દ્વારા અખિલ ભારતીય ધોરણે કરવામાં આવે છે, તે યોગ્યતા અથવા અન્ય કોઈ આધારને બદલે સાંપ્રદાયિક વિવાદથી ઉદ્ભવે છે. નીટ પરીક્ષાના આધારે પસંદ કરાયેલાં 50 ઉમેદવારોમાંથી 42 મુસ્લિમ, એક શીખ અને સાત હિન્દુ છે. આ માટેનો આધાર બની ગયો છે. આરએસએસ-બીજેપી ગઠબંધન સાથે સંકળાયેલાં નાનાં જૂથો રસ્તા પર ઊતરી આવ્યાં છે. તેમણે પ્રશ્ન કર્યો હતો કે માતા વૈષ્ણોદેવી મંદિરમાં ચઢાવેલા દાનથી ભંડોળ મેળવતી સંસ્થામાં બહુમતી મુસ્લિમ ઉમેદવારો કેવી રીતે છે.
એ વાતને કોઈ નકારી શકે નહીં કે જમ્મુ અને કાશ્મીરની વસ્તીમાં સાંપ્રદાયિક વિભાજન ઊંડે સુધી ફેલાયેલું છે અને દરેક ચૂંટણી મોસમમાં અથવા જ્યારે પણ રાજકીય નેતાઓ અસુરક્ષિત અનુભવે છે ત્યારે તે ઊંડું થતું જાય છે. છેલ્લા એક દાયકાથી વધુ સમય દરમિયાન આ મોરચે પરિસ્થિતિ વધુ ઘેરી બની છે અને એમ કહેવું ખોટું નહીં હોય કે, SMVDIMIઈ વિવાદ તેનું નવું સ્વરૂપ છે.
હિન્દુત્વ-કેન્દ્રિત સંગઠનોનો વિરોધ અને આજ્ઞાકારી કેન્દ્ર દ્વારા ‘ઝડપી’ કાર્યવાહી કરતા રાષ્ટ્રીય તબીબી આયોગ (એનએમસી) પર દબાણ લાવ્યા બાદ ઘટનાઓમાં તેજીથી બદલાવ આવ્યો. જેણે સમય ગુમાવ્યા વગર પોતાનો લેટર ઓફ પરમિશન (એલઓપી) પાછો ખેંચી લીધો. જે તેમણે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં 2025-26 સત્ર માટે એમબીબીએસ કોર્સ ચલાવવા માટે SMVDIMIઈને આપવામાં આવ્યો હતો. તે બધું વ્યવસ્થિત રીતે શોધીને કરવામાં આવ્યું હશે. આવા કિસ્સાઓમાં સામાન્ય પ્રથા એ છે કે ભૂલ કરનાર મેડિકલ કોલેજને કોઈ પણ કડક પગલાં લેતાં પહેલાં સુનાવણી અને ખામીઓ દૂર કરવા માટે સમય આપવામાં આવે છે. શું SMVDIMIઈને આવી તક આપવામાં આવી હતી?
એવું લાગે છે કે તે કરવામાં આવ્યું ન હતું. એ બીજી વાત છે કે એનએમસીએ પસંદ કરાયેલાં ઉમેદવારોનાં હિતોનું રક્ષણ યુટી સરકારને અન્ય મેડિકલ કોલેજોમાં સમાયોજિત કરવાનો નિર્દેશ આપીને કર્યું છે. તે કટરા મેડિકલ કોલેજના અનિશ્ચિત ભવિષ્યનો પણ સંકેત છે, જે આવા કિસ્સામાં જમ્મુ પ્રદેશ માટે ગુમાવેલી તક હશે. આ ‘ફિયાસ્કો’ અથવા ‘હિન્દુત્વ વિરોધી’ પગલાં માટે કોને દોષ આપવો? હાલના સેટઅપ હેઠળ આ પ્રશ્ન અત્યંત મહત્ત્વપૂર્ણ બની જાય છે. કારણ કે, નરેન્દ્ર મોદી સરકાર, જેમ કે છેલ્લા દાયકા દરમિયાન જોવા મળ્યું છે, તે વિરોધ પક્ષો અથવા તેમની શાસિત રાજ્ય સરકારો અથવા તેમના વિરોધીઓ પર દોષારોપણ કરવામાં માસ્ટર છે.
શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડના અધ્યક્ષ લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા છે જેમની દેખરેખ હેઠળ બોર્ડ એક મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ સ્થાપવા સહિત વિવિધ પ્રવૃત્તિઓ કરે છે જેમાં નવી મેડિકલ કોલેજ જોડાયેલ છે. તેમણે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય પાસેથી ઝડપી મંજૂરી મેળવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હશે જેની સાથે એનએમસી જોડાયેલ છે. તે પ્રશંસનીય છે અને કોઈ સમસ્યા નથી. શું બોર્ડે એવી પરિસ્થિતિની કલ્પના કરી હતી કે જ્યાં મુસ્લિમ બહુમતી ધરાવતા કેન્દ્રશાસિત પ્રદેશમાં આવું કોઈ પણ સમયે થઈ શકે? દેખીતી રીતે, એવું કરવામાં આવ્યું ન હતું. શું તે કોઈ ભૂલ હતી કે કોઈ છટકબારી હતી જેને બીજા કોઈ દિવસે ઠીક કરવા માટે રાખવામાં આવી હતી?
શું કેન્દ્રીય આરોગ્ય પ્રધાન, જે હજુ પણ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે, જે.પી. નડ્ડા, SMVDIMIની સ્થાપનામાં થઈ રહેલા ઘટનાક્રમોથી અજાણ હતા? તેમના હસ્તક્ષેપ વિના એનએમસી ઝડપી કાર્યવાહી કરી શક્યું ન હોત, જેથી જમ્મુ અને કાશ્મીરમાં ભાજપ સેટઅપ અને તેના પૂરા હિન્દુત્વ એજન્ડાને બચાવી શકાય. ગયા વર્ષની વિધાનસભા ચૂંટણી દરમિયાન જમ્મુ ક્ષેત્રના સમગ્ર હિન્દુ પ્રભુત્વ ધરાવતા પટ્ટામાં 30માંથી 29 બેઠકો જીતીને બીજેપીએ ક્લીન સ્વીપ કર્યું હતું અને પંચાયતથી લોકસભા સુધી અડધા ડઝનથી વધુ વખત મતદાન કર્યા હોવા છતાં, 2014થી આ પ્રદેશ ખૂબ જ ખરાબ હાલતમાં છે.
આ સંકટમાંથી બહાર નીકળવાનો એક રસ્તો, જેમ કે, કેટલાક નિષ્ણાતો અને જમણેરી વિચારધારકો દ્વારા સૂચવવામાં આવ્યું છે, SMVDIMIને લઘુમતી-સંસ્થાનો દરજ્જો આપવાનો છે, જે હિન્દુ સમુદાય માટે બેઠકો અનામત રાખવાની મંજૂરી આપશે. જો કેન્દ્ર તેમ કરવા માટે સંમત થાય છે તો તે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી અને દિલ્હીની સેન્ટ સ્ટીફન કોલેજના મામલે પોતાના વલણને કેવી રીતે ન્યાયી ઠેરવશે, જેમાં લઘુમતી મુસ્લિમ અને ખ્રિસ્તી પાત્રો છે અને ભાજપ સરકારે તેમાં ફેરફાર કરવાની કોશિશ કરી છે. જમ્મુ અને કાશ્મીર શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન એક્ટ, 1988માં સુધારાની જરૂર છે, ખાસ કરીને એ સેક્શનમાં જે પ્રશાસન, શ્રાઈન બોર્ડ દ્વારા વિકસિત જમીન અને સંસ્થાઓના ઉપયોગ સાથે જોડાયેલ છે.
સૌથી વધુ રસપ્રદ વાત એ છે કે, યુટી વહીવટીતંત્રે એ હકીકતને અવગણી હતી કે જમ્મુમાં પહેલાંથી જ બે શૈક્ષણિક સંસ્થાઓ છે, જેને લઘુમતી દરજ્જો આપવામાં આવ્યો છે. ચંદર ચિનાર બડા અખાડા ઉદાસીન સોસાયટી દ્વારા સંચાલિત આચાર્ય ચંદર કોલેજ ઓફ મેડિકલ સાયન્સ (એએસસીઓએમએસ)ને હિન્દુ લઘુમતી દરજ્જો પ્રાપ્ત છે અને તે તેની 25 ટકા બેઠકો હિન્દુ વિદ્યાર્થીઓ માટે અનામત રાખે છે. મહંત બચીતર સિંહ કોલેજ ફોર એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી એક શીખ લઘુમતી સંસ્થા હોવાથી તેની ૫૦ ટકા બેઠકો શીખ વિદ્યાર્થીઓ માટે અનામત રાખે છે.
મહત્ત્વનું છે કે, બંને કોલેજો નીટ/બીઓપીઈઈ પ્રવેશ પ્રક્રિયાઓનું પાલન કરે છે તેથી, આખરે, રાજકીય ફાયદાઓ બાકી બધા પર હાવી થઈ ગયા, જેના કારણે યુટીમાં સાંપ્રદાયિક ધ્રુવીકરણ અને તેની સાથે જોડાયેલ ઉગ્રતાનો ભય સતાવી રહ્યો છે. આવી પરિસ્થિતિને રોકવા માટે તાત્કાલિક ઉપચારાત્મક પગલાં લેવાં જોઈએ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.