સુખસર: ફતેપુરા તાલુકાના સુખસરની મુખ્ય પ્રાથમિક શાળામાં બુધવારના રોજ બપોરે ચારથી પાંચ જેટલા યુવકો દ્વારા બગીચામાં તોડફોડ મચાવી હતી. અને ૨૫થી ૩૦ જેટલા વૃક્ષો કાપી નાખી બગીચો ખેદાનમેદાન કરી નાખ્યો હતો.આ ઘટનાને લઇ પંથકમાં ચકચાર મચી જવા પામી છે.આચાર્યની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. ફતેપુરા તાલુકાના સુખસરમાં મુખ્ય પ્રાથમિક શાળા આવેલી છે.આ શાળાની રાજ્ય સરકાર દ્વારા સ્કૂલ એક્સિલન્સમાં પસંદગી કરાઈ છે. રાજ્યભરની આવી શાળાઓનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન થનાર છે.શાળામાં આચાર્ય,શિક્ષકો અને ગ્રામજનોના સહયોગથી બગીચો બનાવવામાં આવ્યો હતો.જેનો બુધવારની બપોરના રોજ કેટલાક પાંચ જેટલા યુવકો દ્વારા આવીને બગીચામાં ભારે તોડફોડ મચાવી હતી.૨૫થી ૩૦ જેટલા વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હતા.આડેધડ વૃક્ષો કાપી નાખવામાં આવતાં ચકચાર મચી જવા
પામી છે.
સુખસરની શાળામાં અજાણ્યા શખ્સોએ બગીચાના વૃક્ષો કાપી નાખતા વિવાદ
By
Posted on