વડોદરા : વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં વર્ષો જુના સ્ટ્રેચર, પલંગો ભંગારમાં આપી દેવાના મામલે વિવાદના વંટોળ સર્જાયા છે. જોકે સારા અને હજી પણ ઉપયોગમાં લઈ શકાય તેવા સ્ટ્રેચર અને પલંગોને ભંગારીયાઓ ગેસ કટરથી કાપીને ભંગાર હાલતમાં બનાવી દેતા ચર્ચાનો વિષય બન્યો હતો. મધ્ય ગુજરાતની સૌથી મોટી એસેસજી હોસ્પિટલ વધુ એક વખત વિવાદના વંટોળમાં ઘેરાવા પામી છે.વર્ષો જૂના પરંતુ સારા અને વ્યવસ્થિત પલંગો સ્ટેશરો ભંગારમાં વેચાણ અર્થે આપી દેવામાં આવતા નવો વિવાદ સર્જાયો છે.હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે એસએસજી હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાં કોઈ રાઠવા નામના વહીવટી કર્મચારીની મંજૂરીથી ભંગાર લે વેચ નો ધંધો કરનાર ભંગારીયાઓ સારી હાલતમાં રહેલા પલંગો સ્ટ્રેચરો ડ્રોવારો ને ગેસ કટરથી કાપીને ભંગાર બનાવી દીધા હતા.
વધુમાં સૂત્રો દ્વારા એમ પણ જણાવ્યું હતું કે જે જગ્યાએ આ સમગ્ર ભંગારનું તોલમાંપ થાય છે ત્યાં જો ઉચ્ચ વહીવટી અધિકારીઓ ઝીણવટ ભરી અને તટસ્થ પણે તપાસ કરે તો મોટું કૌભાંડ ઝડપાય તેવી શક્યતા છે.જ્યારે પણ આ પ્રકારે કોઈ ભંગારનો માલ સામાન કાઢવામાં આવતો હોય તે વખતે હોસ્પિટલમાંથી કોઈ એક જેને ફરજ સોંપવામાં આવી હોય તે અધિકારી અથવા કર્મચારી તેમજ સાથે અન્ય કોઈ જેમાં સિક્યુરિટી ભંગારના ભરેલા વાહન સાથે જતા હોય છે અને કેટલું વજન થયું તેની નોંધ લેતા હોય છે.પરંતુ અહીં મલાઈ ખાવાના ઇરાદે સમગ્ર મામલે ઢાંક પીછોળો કરવામાં આવતો હોવાનું પણ એસએજી હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું.