નવા બનેલા કેન્દ્રશાસિત પ્રદેશ (UT) જમ્મુ અને કાશ્મીરની પહેલી વિધાનસભા ચૂંટણી યોજવા પાછળ રહસ્ય ઘેરાઈ રહ્યું છે. 5 ઓગસ્ટ 2019 ના બંધારણીય ફેરફારો પછીનાં છેલ્લાં ચાર વર્ષથી રાજ્યના બે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં વિભાજન થયા પછી, વિધાનસભા ચૂંટણીની હજી રાહ જોવાઈ રહી છે. આ રહસ્યમાં એક નવો સવાલ ઉમેરાયો જ્યારે ભારતીય ચૂંટણી પંચ (ECI) અને સરકારને વિધાનસભાની ચૂંટણીઓ વહેલી યોજવા માટે નિર્દેશો માંગતી અરજી પર સુનાવણી પર સુપ્રીમ કોર્ટે નિર્ણય સ્થગિત કર્યો.
ચીફ જસ્ટિસ ડી.વાય ચંદ્રચૂડ અને જસ્ટિસ પી.એસ.નરસિમ્હા અને મનોજ મિશ્રાની બનેલી બેન્ચે આ સુનાવણી એટલે મોકૂફ રાખી હતી કે લાંબા સમયથી બાકી કલમ 370 નાબૂદીને પડકારતી અરજીઓ હવે સુનાવણી માટે સૂચિબદ્ધ થઈ છે, એથી આ અરજીના પરિણામ સુધી વિધાનસભા ચૂંટણી સંબંધિત સુનાવણી રાહ જોઈ શકે છે. અરજીઓ માટે હાજર રહેલા વકીલની દલીલ છે કે આ એક અલગ કેસ છે કારણ કે સ્થાનિકોને મતાધિકારથી વંચિત કરવામાં આવ્યા છે. તેથી આ મામલે નોટિસ જારી કરવી જોઈએ, માનનીય ન્યાયાધીશોએ આ બાબતે કોઈ તસદી લીધી નથી.
શું આ વિલંબથી કેન્દ્ર અને સત્તાધારી ભાજપને વધુ છૂટ આપવામાં આવી છે? સાબિતી આપી કે વિધાનસભાની ચૂંટણીઓ પર કોઈ પકડ નથી? ચોક્કસપણે, આ મુદ્દાને સાઈડટ્રેક કરવા શાસકોને વહેંચણી માટે સ્ટ્રેટજીસ્ટો સાથે સમજૂતી કરવા માટે બાબત સબ-જ્યુડીસ હોવાના નામે નિયંત્રણ કરી શકે છે. પણ લોકો અને વિરોધ પક્ષો દ્વારા ઊભા કરવામાં આવેલા વિધાનસભાની ચૂંટણીનાં હોહલ્લાને શાંત નહીં કરી શકે.
આવું શા માટે? જ્યાં એક તરફ કેન્દ્ર (વાંચો શાસક ભાજપ) Lt.ગવર્નર મનોજ સિન્હા દ્વારા આડકતરી રીતે J&K માં શાસન કરે છે ત્યારે આતંકવાદને લગભગ નાબૂદ કરી J&K વિકાસના અભૂતપૂર્વ યુગમાં પ્રવેશ કરવાનો દાવો કરી રહ્યું છે તો બીજી તરફ તે જગ્યાએ ચૂંટણી કરવાની કોઈ જલ્દી નથી. તેમનાં દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ન હોવાના કારણે મોટા અમલદારોનાં વહીવટીતંત્ર દ્વારા તેમની ફરિયાદોનું નિરાકરણ ન લેવાતાં લોકોને તકલીફ પડે છે. તેમના પ્રતિનિધિઓ ચૂંટવાની તેમની માંગણી તાત્કાલિક રાજભવન કે અમલદારો સુધી પહોંચે તે અશક્ય નથી, પણ મુશ્કેલ છે. એમ તો વિપક્ષોની રાજનીતિમાં ચૂંટણી લડવાની અને પોતાની જગ્યા મેળવવાની ઝંખના પણ સર્વોચ્ચ અદાલતની ચૂંટણી સંબંધિત અરજીને મુલતવી રાખવાથી મરી નથી જવાની.
‘‘ઓફિસર સરકાર (અમલદારો દ્વારા ચલાવવામાં આવતી સરકાર) 6 મહિના ચાલી શકતી નથી. 2018 માં વિધાનસભાનું વિસર્જન થયું ત્યારથી છેલ્લાં 6 વર્ષથી અમે વિધાનસભા ચૂંટણીની રાહ જોઈ રહ્યા છીએ.” ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને એક સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને હવે ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીના અધ્યક્ષ, આ રીતે લાગણીને અવાજ આપ્યો, ડૉ. ફારુક અબ્દુલ્લાની આગેવાની હેઠળની વિપક્ષી પાર્ટીઓ-નેશનલ કોન્ફરન્સ, કૉંગ્રેસ, મહેબૂબા મુફ્તીની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી અને અરજદાર પેન્થર્સ પાર્ટીઓ આ જ વાત કરી રહ્યા છે.
LGના વહીવટ સાથે પરિસ્થિતિ વધારે ગૂઢ બની છે, દેખીતી રીતે કેન્દ્રની મંજૂરી અને પીઠબળ સાથે, સમગ્ર યુટીમાં પંચાયતો અને મ્યુનિસિપલ કાઉન્સિલોની સતત બીજી ચૂંટણી યોજવાની તૈયારી કરી રહી છે કારણ કે હાલની સંસ્થાઓની મુદત સપ્ટેમ્બરમાં પૂરી થઈ રહી છે અને એવી અટકળો વચ્ચે 2024ની લોકસભાની ચૂંટણીની તૈયારી ચાલી રહી છે કે તે આગળ ધપાઈ શકે છે.
આ સ્પષ્ટ થયું જ્યારે હમણાં J&Kના મુખ્ય ચૂંટણી અધિકારી, પી કે પોલે ‘‘ચાલુ નાણાંકીય વર્ષ’’માં આવનાર ચૂંટણી કેલેન્ડર માટે રોડમેપ જાહેર કર્યો. તેમણે સ્પષ્ટ કર્યું કે આ સમયગાળા દરમિયાન શહેરી સ્થાનિક સંસ્થાઓ, પંચાયતો અને લોકસભાની ચૂંટણીઓ યોજાશે. સાથે તેમણે વધુ વિગત આપ્યા વિના કહ્યું ‘‘આ નાણાંકીય વર્ષમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાવાની છે.’’આનાથી વિરોધી પક્ષો અને લોકોએ એવું તારણ કાઢ્યું કે હાલ તો વિધાનસભાની ચૂંટણી નહીં યોજવામાં આવે. આ અનુમાન અમુક રીતે ચૂંટણી સંબંધિત પિટિશનથી મજબૂત બન્યું છે કારણ કે કલમ 370 સંબંધિત અરજીઓની કાર્યવાહીના નિકાલમાં આ વિષયની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને પ્રક્રિયા લંબાવાઈ રહી છે.
Lt.ગવર્નર પણ J&Kમાં પંચાયત અને સ્થાનિક પાલિકાની ચૂંટણીઓ સમયસર યોજવામાં આવશે તે વિશે કોઈને અંધારામાં નથી રાખ્યા. ‘‘આપણે બધા ઇચ્છીએ છીએ કે પંચાયતની ચૂંટણીઓ સમયસર યોજવામાં આવે, કારણ કે ટૂંક સમયમાં પાંચ વર્ષ પૂરાં થશે અને જે બાદમાં આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપશે’’પણ તેમણે વિધાનસભાની ચૂંટણીઓ પર સમજદારીપૂર્વક મૌન જાળવી રાખ્યું હતું. શું આનો મતલબ એવો થાય છે કે સત્તાધારી ભાજપ વિધાનસભામાં સામનો કરવાથી દૂર જઈ રહી છે? શું આમ બીજેપી નેતૃત્વની નિષ્ફળતાને કારણે છે, ખાસ કરીને જ્યારે પાર્ટી શાસનનો અમલના સમર્થનમાં હતી? શું એવું તારણ કાઢી શકાય છે કે ભાજપ સંચાલિત સરકાર કે LGનું વહીવટીતંત્ર પણ J&Kમાં સ્વીકૃતિ ન મેળવી શક્યું?
નેશનલ કોન્ફરન્સના નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા દાવો કરે છે કે ભાજપ વિધાનસભાની ચૂંટણીઓ ઇચ્છતી નથી તેમાં કેટલીક યોગ્યતા છે, કારણ કે તે “ચૂંટણી હારી જશે”, એટલે નજીકના સમયમાં યોજાતી નથી જ દેખાતી. આ સિવાય તો વિધાનસભાની ચૂંટણીના વિલંબ પાછળ શું કારણ હોઈ શકે. જ્યારે નગર પાલિકાઓ અને લોકસભા-2019ની ચૂંટણીઓ શાંતિપૂર્ણ રીતે હાથ ધરવામાં આવી હતી ત્યારે કેન્દ્ર અને LGના વહીવટીતંત્ર દ્વારા સુરક્ષાની સ્થિતિ સુધારવા અને આતંકવાદને લગભગ નાબૂદ કરવાના દાવા સામે તેમને વિધાનસભાની ચૂંટણીઓ કરતાં કોણ રોકે છે તે સવાલ ઊભા થયા છે. પ્રશ્નો એ પણ પૂછવામાં આવે છે કે જો કાશ્મીરમાં કોઈ પણ અવરોધ વિના ધામધૂમથી G-20 બેઠક યોજી શકાય છે, જેના માટે સરકાર અને સત્તાધારી ભાજપે શ્રેય લીધો, તો શા માટે વિધાનસભાની ચૂંટણીઓ ન યોજી શકાય?
ભાજપને હારના ડર સિવાય વિધાનસભાની ચૂંટણી મુલતવી રાખવાની બીજી કોઈ વાત ગળે નથી ઉતરી રહી, શાસક પક્ષનાં વર્તુળોમાંથી મૂંઝવણભર્યા સંકેતો મળી રહ્યા છે. કેન્દ્ર સરકાર અને તેના પ્રતિનિધિઓ છેલ્લાં નવ વર્ષની નરેન્દ્ર મોદી સરકારની સિદ્ધિઓને ઉજાગર કરવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરી રહ્યા હતા. કેન્દ્રીય પ્રધાને આ સંબંધમાં જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી, જે વિધાનસભાની ચૂંટણીઓ કરતાં લોકસભાની ચૂંટણીઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે, કારણ કે કેન્દ્ર સરકારની સિદ્ધિઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.