સુરત: ગુજરાત હાઇકોર્ટના (Gujarat Highcourt) ચીફ જસ્ટિસના (Chief justice) સમાવેશ સાથેની હાઇકોર્ટની ડબલ બેંચમાં સુરત એરપોર્ટના (Surat Airport)વેસુ તરફના રન-વેને (Run way) નડતરરૂપ બિલ્ડિંગના (Building ) બાંધકામો તોડવાના મામલે કેસ અંતિમ તબક્કામાં પહોંચ્યો હતો. જેમાં દિવાળી (Diwali) પહેલા હાઇકોર્ટની ડબલ બેંચે 30 નવેમ્બરે સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) અને ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (Civil Aviation) વિભાગને ડિમોલિશનને (Demolition) લગતો કોમ્પલાયન્સ અને એક્શન ટેકન રિપોર્ટ જમા કરાવવા આદેશ આપ્યો હતો. પરંતુ એકપણ ઓથોરિટીએ રિપોર્ટ જમા નહીં કરાવતા હાઇકોર્ટે ગંભીર નોંધ લીધી હતી.
30 નવેમ્બરના રોજ ડબલ બેંચમાં મેટર ચાલે તે પહેલા બિલ્ડરો દ્વારા અસરગ્રસ્ત ફલેટ હોલ્ડરોને હાઇકોર્ટની સિંગલ બેંચમાં ચાલી રહેલા કેસની હકીકત જણાવ્યા વિના દાદ માંગવામાં આવતા હાઇકોર્ટની સિંગલ બેંચે 22 નવેમ્બરના રોજ અસ્થાયી સ્ટે આપી દીધો હતો. અને તેને આધાર બનાવી DGCA અને સુરત મનપાએ ડબલ બેંચની 30 નવેમ્બરની સુનાવણીમાં કોમ્પલાયન્સ રિપોર્ટ અને એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા પર હાથ ઊંચા કરી દીધા હતાં. આ મામલાને પીટિશન કરતા વિશ્વાસ ભાંભુરકરે ગંભીર પ્રકારનો મામલો ઘણી ડબલ બેંચને જાણ કરી છે. અને 2 ડિસેમ્બર સુધી ડબલ બેંચ સમક્ષ પાલિકા કે DGCA કોઇ રીપોર્ટ રજૂ નહીં કરે તો કન્ટેમ્પટ ઓફ કોર્ટની કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.
ઓગસ્ટમાં હાઇકોર્ટની ડબલ બેંચે આ આદેશ આપ્યો હતો
આ પીટિશનમાં 29 પ્રોજેક્ટના 198 બિલ્ડિંગ અને 8064 ફલેટ પૈકી 1440 ફલેટ અસરગ્રસ્ત બની શકે છે. દિવાળી પહેલા ઓગસ્ટમાં હાઇકોર્ટની ડબલ બેંચે 30 નવેમ્બર સુધી કોમ્પલાયન્સ રીપોર્ટ રજૂ કરવા અને 2 નવેમ્બર સુધી નડતરરૂપ બાંધકામો દૂર કરી એક્શન ટેકન રીપોર્ટ રજૂ કરવા પાલિકા અને DGCAને નોટીશ આપી હતી તથા જિલ્લા કલેક્ટરને મોનીટરીંગ ઓથોરીટી તરીકે સંકલન કરવા આદેશ આપ્યો હતો. આ પ્રકરણ કોર્ટમાં આવ્યું ત્યારે બંને ઓથોરીટીએ બિલ્ડરો અને ફલેટધારકોને નોટિસો પાઠવી હતી તે પછી કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી. પાલિકાએ કોર્ટમાં 2 ડિસેમ્બરની હીયરિંગ માટે તૈયારી દર્શાવી છે.
હાઇકોર્ટના સિંગલ બેંચના ચૂકાદા પ્રમાણે 2 ડિસેમ્બર સુધી કોઇ બાંધકામ નહીં તૂટે
પાલિકાએ એવુ વલણ દાખવ્યું છે કે એરપોર્ટ ઓથોરીટીની (Airport Authority) એનઓસી (NOC) પછી ટીપી અને એફપીના માપ પ્રમાણે બાંધકામ થયું છે. જો કે મામલો કોર્ટમાં જતા બીયુસી (BUC) અટકાવી દેવામાં આવી છે. બંને ઓથોરીટીએ કોરોનાનું (Corona) બહાનું કાઢી આ મામલે કોઇ કાર્યવાહી નહીં કરી હોવાનો પીટીશન કરતા આક્ષેપ કર્યો છે. આ મામલો હવે 2 નવેમ્બરે હાઇકોર્ટની ડબલ બેંચમાં જશે પરંતુ સિંગલ બેંચના સ્ટેને જોતા કોઇ ફલેટ 2 ડિસેમ્બર સુધી તોડી શકાશે નહીં.