વડોદરા: વડોદરા શહેરમાં સ્માર્ટસિટીના નામે લાખો કરોડો રૂપિયા ખર્ચી વિકાસકાર્યો કર્યા બાદ કરાયેલ બાંધકામ તોડી પાડવામાં આવતા કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવી અધિકારીઓ પોતાના ખિસ્સા ભરી રહ્યા હોવાના સવાલો ઉઠ્યા છે. શહેરના સંગમ ચાર રસ્તા પાસે લાખો રૂપિયાના ખર્ચે બનાવાયેલ ટ્રાફિક આયલેન્ડ પાલિકા દ્વારા દૂર કરવામાં આવતા કોઈના ઈશારે આ હટાવવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે સામાજીક કાર્યકરે તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હતો.
સ્માર્ટસિટી બનાવવા વડોદરા મહાનગર પાલિકા દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાનું સપાટી પર આવવા પામ્યું છે.શહેરના કારેલીબાગ સંગમ ચાર રસ્તા પાસે રોડની વચ્ચે ટ્રાફિક સમસ્યા નિવારવા માટે તંત્ર દ્વારા ટ્રાફિક આયલેન્ડ બનાવવામાં આવ્યું હતું.જે બાંધકામને પાલિકા દ્વારા તોડી પાડવામાં આવતા આ બાંધકામ કોઈના ઈશારે કોઈકને ફાયદો કરાવવા તોડી પડાયું હોવાનું સપાટી પર આવવા પામ્યું છે.જેને લઈ શહેરના સામાજીક કાર્યકર કમલેશ પરમારે તંત્ર સામે આકરા શબ્દોના પ્રહારો કરી તંત્ર સામે નારાજગી દર્શાવી હતી.
જે પણ શહેરના ઉચ્ચ અધિકારીઓ છે. તેઓએ નિરીક્ષણ કરવું જોઈએ. કહી શકાય કે આ કોન્ટ્રાક્ટરોને જે ફાયદો કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે.એટલે શહેરની અંદર એક તરફ તિજોરી ખાલી છે.તો બીજી બાજુ નાગરિકો રોડ વેરો સહિતના અનેક વેરા ભરી રહ્યા છે.સાથે સાથે બેરોજગારોનું અને મોંઘવારીનું પ્રમાણ વધી રહ્યું છે.જોકે લાખોનો ખર્ચો કર્યા બાદ જે બાંધકામ ફરીથી તોડી પાડવામાં આવતું હોય એટલે કહી શકાય કે સ્માર્ટ સિટીના નામે જે લાખો કરોડો રૂપિયા કમાનારા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર હોય તેઓની સામે તાત્કાલિક કડક પગલાં લેવા જોઈએ તેવી માંગણી સામાજીક કાર્યકર કમલેશ પરમારે કરી હતી.