આપણા સમાજમાં વિકૃતિઓ શરૂઆતના તબક્કે દબાવી દેવામાં ના આવે તો તે વ્યાપક પ્રમાણમાં અનિવાર્ય દૂષણ અને પરંપરા બની જાય છે. એ જન્મ દિવસમાં કેક મોઢા પર લાગવાની વાત હોય કે રસ્તા પર ફટાકડા ફોડવાની વાત હોય છે. પ્રિ વેડીંગના ખર્ચાની વાત હોય કે કાન ફાડી નાખતા ડી. જે. સાઉન્ડની વાત હોય. આધુનિકીકરણનો વ્યાપ વધવા સાથે ઢોલ નગારાં અને ગીત ગાવાનું સ્થાન ઈલેક્ટ્રોનિક માધ્યમોએ લીધું. મૂળ “ડિસ્કો જોકી” જે ટૂંકમાં ડી. જે.ના નામે ઓળખાય છે.
જેમ એક વ્યક્તિ જુદા જુદા સાઉન્ડ ટ્રેક સાથે આવે, સાથે નાની મ્યુઝિક સિસ્ટમ લાવે તે વારાફરતી જુદાં જુદાં ગીતોના ટ્રેક વગાડે અને નાચનારાં ખાસ તો ડિસ્કો કરનારાં નાચે તે મૂળ સ્વરૂપ બદલાઈને તોતિંગ સ્પીકરો ભરેલી ગાડી અને લોકલ સ્ટુડીઓમાં ઈફેક્ટ સાથે તૈયાર કરેલાં લોકગીત, જોડકણાં અને હિન્દી ફિલ્મ ગીતોના કન્ફયુઝ કરતા ફ્યુઝન લગ્ન પ્રસંગે વાગવા લાગ્યા છે.
દુ:ખની વાત તો એ છે કે પરમ આસ્થાના પ્રસંગોમાં ધાર્મિક તહેવાર અને વરઘોડા યાત્રામાં પણ આ બેહૂદા અને કાન ફાડી નાખતાં ડી. જે. નો ઘોંઘાટ વધવા લાગ્યો છે. વળી આ આખું જ દૂષણ નિમ્ન, ગરીબ વર્ગ અને નિમ્ન મધ્યમ વર્ગમાં મોટા ખર્ચાનું કારણ બન્યું છે માટે જ હવે જુદા જુદા સમાજ અને જ્ઞાતિઓ આ ખોટા ખર્ચના દૂષણને ડામવા ડી. જે. પર પ્રતિબન્ધ લાગવવા લાગ્યા છે. ગુજરાત હાઈ કોર્ટે પણ આ કાન ફાડી નાખતાં સ્પીકરો પર લગામ લગાવવાનો ચુકાદો આપી જ દીધો છે. હવે સરકાર અને પ્રજાની ફરજ બને છે કે આ વ્યાપક બનતા અવાજના દૂષણને રોકે. યાદ રહે, સંગીતનો વિરોધ જ નથી.
ડી. જે.એક વ્યવસાયનો પણ વિરોધ નથી. જે આધુનિક મ્યુઝિક સિસ્ટમ વગાડીને નાચવા ગાવા માંગે છે તે ભલે નાચે અને ગાય. શું ગાવું, શું વગાડવું તે પણ વ્યકિતના વિવેક પર છોડીએ. એ લોકગીત સાંભળવાં હોય તે સાંભળે અને ફિલ્મી ગીતો સાંભળવાં હોય તો એ સાંભળે પણ મૂળ વાત સાંભળવાની નથી. બીજાને પરાણે સંભળાવવાની છે અને તે પણ કાનના પડદા ફાડી નાખે તેવા અવાજથી, રસ્તા રોકીને અડચણ થાય તે રીતે વગાડવાનો વિરોધ છે. ડી. જે. નો ધંધો કરનારા પરસ્પર ચડસાચડસીમાં મોટાં ને મોટાં સ્પીકરો લગાવવા માંડ્યાં છે. સ્પીકર વેચનારા અને સ્પીકર લાવવા લઇ જવા માટેનાં વાહન વેચનારાને તો બરાબરની કમાણી છે એટલે તેઓ આ પ્રવૃત્તિને વધુ ને વધુ પ્રોત્સાહિત કરી રહ્યા છે.
દુ:ખ તો ત્યારે થાય છે જ્યારે વિધાનસભાની ચૂંટણી કે રાજકીય લાભ માટે ગામમાં રાજકારણીઓ ડી. જે. ભેટમાં આપે છે અને રાજકીય પ્રસંગો સભા સરઘસમાં નેતાઓ જ આ બેફામ ઘોંઘાટ કરતાં ડી. જે.નો ઉપયોગ કરે છે. કાયદો ઘડનારા, કાયદો પાળવાની જેની જવાબદારી છે તે જ કાયદો માથે રહીને તોડાવે છે. માટે આ દૂષણ વધતું ચાલ્યું છે અને હવે તેની ચરમ સીમા એ આવી છે કે મોડી રાત સુધી વાગતાં ડી. જે. બંધ કરાવવા જાવ તો ઝઘડા થાય છે અને એક બે કિસ્સામાં તો ઝનૂની લોકોએ નિર્દોષ સજ્જન માણસોને મોતને ઘાટ ઉતારી દીધાના બનાવ બન્યા છે.
જો ડી. જે. બંધ થશે તો અનેક લોકો બેકાર થશે એ વાત સાચી નથી. પહેલી વાત એ છે કે ડી. જે. ચાલુ રાખવાં હોય તો પણ અવાજ અને સમયના નિયમો તો પાળવા જ પડશે. સ્પીકરોની સંખ્યા અને ધ્રુજારીની ઈફેક્ટ નિયંત્રિત કરવી જ પડશે. એક વાત યાદ રાખો ડી. જે. અવાજ બીજાને નુકસાન કરે તે પહેલાં જેના ઘરે પ્રસંગ છે, જેણે ડી. જે. બોલાવ્યું છે તેના પરિવારને વધારે અસર કરે છે કારણ કે આ લોકો જ ડી. જે. ના સ્પીકરની સૌથી નજીક હોય છે અને તેમના કાનના પડદાને જ સૌથી વધુ નુકસાન થાય છે. માટે ખરેખર તો જેનો પ્રસંગ છે, જેના ઘરે ડી. જે. વાગે છે તેણે જ અવાજ ધીમો રાખવો જોઈએ.
જે ગરીબ નિમ્ન મધ્યમ વર્ગ આ ડી. જે. પાછળ દસ વીસ હજાર ખર્ચે છે તેમણે આ ખર્ચમાં નિયંત્રણ મૂકવું જોઈએ. જો સ્પીકરો ઓછાં થશે,વાહન ખર્ચ ઘટશે તો તેમનો ખર્ચ જ ઘટવાનો છે. આ વર્ગને જોવું જોઈએ કે કોઈ મોટા અને હાઈ સોસાયટીનાં પરિવારો આવાં રાક્ષસી ડી. જે. મંગાવતાં નથી. ધીમા સ્વરે મીઠું સંગીત જ તેમના પ્રસંગોમાં વાગતું હોય છે. જો આપણે આપણાં પરિવારો ખાસ તો બહેનો અને બાળકોને બહેરાશ આવતી અટકાવવી હશે તો આ સંગીતનાં સાધનોનો વિવેકપૂર્વક ઉપયોગ કરતાં શીખવું પડશે. સંગીત અને ઘોંઘાટનો તફાવત સમજવો પડશે. સરકારને કહેવું પડશે કે જાહેર રસ્તા પર અને મોડી રાત્રે વાગતાં ડી. જે. રોકવાની જવાબદારી સત્તાવાળાની છે અને ઘરે આવેલા ડી. જે. ને સંયમપૂર્વક વગાડવાની જવાબદારી આપણી સૌની છે. યાદ રહે કે ઘોંઘાટ સમજણને બુઠ્ઠી કરી નાખે છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.