Charchapatra

ભીડને કાબૂમાં રાખવી માથાનો દુ:ખાવો!

આપણા ધાર્મિક સ્થળો કે પર્યટક સ્થળો એ લોકોની વધેલી વસ્તીને કારણે નાના પડે છે જ્યાં જુઓ ત્યાં લોકોની ભીડ દેખાય છે મંદિરોમાં પણ ભારે ભીડ થતા ક્યારેક ભાગદોડ થાય તો તેમાં કેટલાય લોકો કચડાઈ ને મરી ગયાના બનાવો બનતા રહે છે હમણાં જ ડુમસ સી ફેસ બન્યું છે ત્યાં પણ લોકોની એટલી તો ભીડ થાય છે કે પગ મૂકવાની જગ્યા હોતી નથી આવી ભીડને કાબુમાં રાખવા સત્તાવાળાઓ માટે માથાના દુખાવા સમાન થઈ જાય છે પર્યટક સ્થળ ફરવા માટે હોય છે ત્યાં લોકોના ટોળેટોળા ઉમટી પડતા પર્યટક સ્થળ માત્ર ભીડ ભેગી કરવાનું મેદાન હોય તેવું લાગી આવે! ધાર્મિક સ્થળો કે પર્યટક સ્થળોએ લોકોની ભારે ભીડ જોતા એવું લાગે છે કે ભવિષ્યમા કદાચ લોકોને  ફરવા માટે પણ પરમીટ પ્રથા દાખલ કરવી પડે તેવી શક્યતા નકારી ન શકાય
સુરત     – વિજય તુઈવાલા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

વ્યારા સબસે ન્યારા
આપણા ગુજરાતના ગામને ખોળે રચાયેલા કુદરતી સ્થાન સૌંદર્યને વ્યારાની આસપાસ સુંદર પીકનીક સ્પોટ પદમડુંગરી, ગૌમુખ વોટર ફોલ, કોરામલ વોટર ફોલ, ઉકાઇ ડેમ પોઇન્ટ મરલ કેમ્પ અને તાપીના કિનારે સુંદર વાતાવરણ અદ્‌ભૂત દ્રશ્ય ને પ્રકૃતિ પ્રેમીઓ અવારનવાર આવીને માણે છે. આ અદ્‌ભૂત દ્રશ્ય ચોમાસામાં એક સુંદર વનની અનુભૂતિ કરાવે છે. આપણો તાપી જિલ્લો એક સુંદર વન અને કુદરતના ખોળે અદ્‌ભૂત નજારાની ભરમાળ છે એવી જ રીતે ડાંગની પાંડવ ગુફા, ગીરા ધોધ, જાનકી વન સ્થાન, પાંડવ ગુફામાં શીવલીંગના દર્શન આપણું ગુજરાત દક્ષિણ ગુજરાત તાપી જિલ્લો અને ડાંગને લોકો આ સ્થળને માણવા માટે આતુર છે એને વિકસીત બનાવો. ઇકો ટુરીઝમને વિકસીત દિશા આપો. આ કુદરતના ખોળે સ્વર્ગ છે. તેને એક દિશા આપો. વ્યારા સબસે ન્યારા અને ડાંગના સાત પુડા પર્વત અને એક વન પ્રદેશને આધુનિક રૂપ આપીને બિરદાવો. ગુજરાતની પ્રજા માટે કુદરતના ખોળે સ્વર્ગ છે.
વ્યારા              – તૃષાર શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top