બાળપણ નિખાલસતા અને ઊર્જાથી ભરેલું હોય છે, જ્યારે ઘડપણ ગાંભીર્ય, અનુભવ અને શારીરિક મર્યાદાઓ સાથે આવે છે! બંને અવસ્થાઓમાં સંભાળ અને પ્રેમાળ વ્યવહારની જરૂરિયાત હોય છે!ઘડપણને માત્ર નબળાઈ તરીકે નહીં, કિન્તુ જીવનના સાચા ડહાપણના પ્રતીક તરીકે જોવું જોઈએ!ખેર,યુવા પેઢી સાથે સુમેળ જરૂરી છે,જેથી બાળપણ જેવી ખુશી ઘડપણમાં મેળવી શકાય! આમ, ઘડપણને હાસ્ય અને ખુમારી સાથે સ્વીકારીને, બે પેઢી વચ્ચેના મનભેદ ટાળીને વડીલોએ માર્ગદર્શન આપવું જોઈએ, એ વાસ્તે પણ નિમ્ન લિખિત મુખ્ય હકીકતો અને વિગતો ધ્યાને લેવાય એમ છે! બાળપણ: નિર્દોષતા, કુતૂહલ, રમૂજ અને શીખવાની અદમ્ય ઈચ્છા ધરાવતો સમય! ઘડપણ (ઘરડાપો): જીવનનો અનુભવ, ગંભીરતા, અને કેટલીકવાર શારીરિક નબળાઈ કે સંવેદનશીલતા, જેને ડહાપણની અવસ્થા પણ કહેવાય છે અને તેમાં ખાસ કરીને મુખ્ય વાતોમાં…! સમાનતા: બંને અવસ્થાઓમાં સંભાળ અને પ્રેમાળ વ્યવહારની જરૂરિયાત હોય છે! દ્રષ્ટિકોણ: ઘડપણને માત્ર નબળાઈ તરીકે નહીં, પણ જીવનના સાચો ડહાપણના પ્રતીક તરીકે જોવું જોઈએ! સંબંધો: બાળપણ જેવી ખુશી ઘડપણમાં મેળવવા માટે યુવા પેઢી સાથે સુમેળ જરૂરી છે!
સુરત- સુનીલ રાજેન્દ્ર બર્મન – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.