Charchapatra

વિરોધાભાસી આદિકવિ

ગુજરાતી ભાષા સાહિત્યમાં ભકત કવિ નરસિંહ મહેતા આદિકવિ ગણાય છે. રાષ્ટ્રપિતા ગાંધીજી રોજ સાંજે પ્રાર્થનાસભામાં નરસિંહ મહેતાની રચના ‘‘વૈષ્ણવજન તો તેને રે કહીએ’ ગવડાવતા હતા અને તેથી સમસ્ત વિશ્વમાં તે ખ્યાતિ પામી ચૂકયું અને વિશ્વ સ્તરે ગુજરાતી ભાષાને ગૌરવ પ્રાપ્ત થયું. એ જ નરસિંહ મહેતાનું કાવ્ય ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ’ વાંચીએ, સાંભળીએ ત્યારે અચરજ થાય છે.

પ્રેમલક્ષણા કાવ્યોમાં શ્રીકૃષ્ણ વિષયક ભકિત કાવ્યોનું ગૂંજન કરનાર, શ્રી કૃષ્ણ વિષયક ભકિત ભાવે પ્રસંગો આલેખનાર ભકત કવિ જયારે તત્ત્વચિંતન કરતા કાવ્યમાં ‘શિવ થકી જીવ થયો’,‘બીજમાં વૃક્ષ તું, વૃક્ષમાં બીજ તું’ જેવું ચિત્રણ કરે અને એકેશ્વરવાદનું સમર્થન કરે ત્યારે પ્રેમલક્ષણા ભકિતમાં મગ્ન નરસૈંયો અદૃશ્ય થઇ જાય છે. નિર્ગુણ,નિરંજન, નિરાકાર સ્વરૂપ સાથે જ એકેશ્વરવાદનું ચિંતન પ્રગટ થાય છે. આવો વિરોધાભાસ કેમ જોવા મળે છે તેની દ્વિધા થાય છે. કદાચ એવી શંકા થાય કે નરસિંહ મહેતા કોઇ અનુયાયી દ્વારા ફિલસૂફીની આવી રચનાઓ થઇ હોય અને નરસિંહ મહેતાના નામે પ્રચલિત થઇ હોય, બાકી આ ભકત કવિ પોતાના ભાભી દ્વરા મહેણા સ્વરૂપ કટુવચનથી સ્વમાન અને લાગણી દુભાતાં ગૃહત્યાગ કરી નિર્જન સ્થળે કૃષ્ણ મંદિરે, કૃષ્ણ શરણમાં જવા પ્રેરાયા હોય.

જીવન અને જગતની ફિલસૂફી કઇ રીતે, કયાં અને કયારે જડાઇ તે હકીકત નિરુત્તર રહે છે અને તેથી જ તો નરસિંહ મહેતાનું, આદિકવિનું, ભકતકવિનું વિરોધાભાસી ચિત્ર ઉપસે છે. રાધા-કૃષ્ણ-ગોપીઓ સંગ રાસલીલા પ્રેમલક્ષણા ભકિતની હકીકત છે, તો ‘અખિલ બ્રહ્માંડમાં’ કાવ્યમાં માત્ર તત્ત્વચિંતન જ પ્રગટ થાય છે જે ગંભીર સત્ય દર્શાવે છે. પાંચ સદી પૂર્વે એક ભકત કવિના નામે આવું સચોટ ચિંતન, સંપૂર્ણ સત્ય સાથે પ્રગટ થયું.
સુરત     – યૂસુફ એમ. ગુજરાતી-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

માનવ શરીરને જોખમી ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ
હાલમાં સુરત શહેર ખાતે જે રીતે ખાદ્ય પદાર્થમાં ભેળસેળ જણાવ્યા મળી એ અત્યંત ચિંતા પ્રેરક બાબત ગણાય. સ્વાસ્થ્ય સાથે ચેડા ગણી શકાય ગ્રાહકને ભેળસેલ વાલી વાનગીઓનો ખ્યાલ જન  હોયને? અને તંત્રનો ફૂડ વિભાગ આંખ આડા કાન કરે એ કેટલે અંશે યોગ્યછે? શું ખરીદનાર ગ્રાહકે તમામ કાદ્ય પદાર્થો ચેક કરીને લેવા? પફ અંદરથી ખોલ્યુ હસે ત્યારે જ માઈક્રોવેવમાં ગરમ કરીને પધરાવી દે તો ગ્રાહક તો એબાબતે અજાણ જ હોય ને?

ગુજરાત મિત્રના અહેવાલ મુજબ સાચે જ સુરતનું જમણ કયાંક મરણ ન બની જાય!અને માત્ર કહેવા ખાતર નોટિસ આપી ખાદ્યચીજોને સગેવગે કરવાનો સમયઆફએએ પણ અયોગ્ય જ કહેવાય! સેટિંગ ભ્રષ્ટાચાર  જ ગણાય! વેપારીઓને સ્વયંનો માલ(ખાદ્ય પદાર્થો) ખપી જવાની લાલચ હોયએટલે ગ્રાહકોનું જે થવાનું હોય તે થાય! ફૂડ વિભાગ તથા તંત્રની સાંઠગાંઠ પ્રજાજનો માટે અત્યંત ગેરલાભકર્તા હાલમાં ચોમાસામાં ઝાડા-ઉલટીના કેસ પણ વધી શકે. તંત્રએ તપાસતો કરવી જ રહી.
સુરત     – નેહા શાહ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top