Gujarat

રાજ્યમાં કોરોનાના નવા કેસમાં સતત વધારો, જાણો ક્યાં કેટલા કેસ વધ્યા

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં આજે નવા 380 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદમાં વધુ એક દર્દીનું મૃત્યુ થતાં રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4407 થયો છે. આજે 296 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,61,871 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં દર્દીઓની સાજા થવાનો દર 97.66 ટકા રહ્યો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન આજે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ મનપામાં 81, સુરત મનપામાં 57, વડોદરા મનપામાં 70, રાજકોટ મનપામાં 46, ભાવનગર મનપામાં 3, ગાંધીનગર મનપામાં 5, જામનગર મનપામાં 8 અને જૂનાગઢ મનપામાં 3 કેસ નોંધાયા છે. જ્યારે સુરત ગ્રામ્યમાં 7 કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં 6 જિલ્લામાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યા 1869 વેન્ટિલેટર ઉપર 33 અને 1836 દર્દીઓ સ્ટેબલ છે.

સુરત શહેરમાં 57 કેસ નોંધાયા

સુરત શહેરમાં એક તબક્કે 30 થી પણ ઓછા કેસ થઈ ગયા હતાં જે હવે છેલ્લા 2 દિવસથી ફરી વધ્યા છે. શહેરમાં બુધવારે 57 કેસ નોંધાયા હતા. આ સાથે જ શહેરમાં કુલ કેસનો આંકડો 40,372 પર પહોંચ્યો છે. જ્યારે 45 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. શહેરનાં સેન્ટ્રલ ઝોનમાં 3, વરાછા-એ માં 3, વરાછા બી માં 6, રાંદેરમાં 13, કતારગામમાં 7, લિંબાયતમાં 4, ઉધનામાં 3 અને અઠવા વિસ્તારમાં 18 કેસ નોંધાયા હતા.

જણાવી દઈએ કે સુરતમાં 26 જાન્યુઆરીના રોજ 81 કેસ પોઝિટિવ નોંધાયા હતા. ત્યાર બાદ ઘટાડા સાથે પોઝિટિવ કેસનો આંક 8 ફેબ્રુઆરીએ 25 સુધી પહોંચી ગયો હતો. જોકે ચુટણીના પ્રચારના દિવસો દરમિયાન કેસમાં ફરીથી વધારો શરૂ થયો હતો.

સુરત ગ્રામ્યમાં કોરોનાના નવા 7 કેસ પોઝીટીવ 22 લોકોને વેકિસન અપાઇ

સુરત: સુરત જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં આજે કોરોનાના નવા 7 કેસ પોઝીટીવ નોંધાયા છે.તાલુકાવાર જોઇએ તો ઓલપાડમાં 3,બારડોલીમાં 2,મહુવામાં 1 અને માંડવીમાં પણ 1 કેસ નોંધાયો છે. આ ઉપરાંત કોરોના વેકિસનના રાઉન્ડમાં આજે 22 લોકોને રસી અપાઇ છે. જેમાં 14 લોકો વેકિસનનો પહેલો ડોઝ તેમજ 8 લોકોએ બીજો ડોઝ લીધો છે.

1 માર્ચથી બીજા તબક્કાના રસીકરણની શરૂઆત

 કેન્દ્ર તરફથી જાહેરાત કરવામાં આવી છે કે દેશમાં કોરોના રસીકરણના (Corona Vaccination) બીજા તબક્કાની શરૂઆત 1 માર્ચથી થશે. 10 હજાર સરકારી કેન્દ્રો અને 20 હજાર ખાનગી હોસ્પિટલોમાં રસીકરણ કરવામાં આવશે. અને ત્યારપછી 40 વર્ષથી ઉપરના કો-મોર્બિડ લોકો (Co morbid patients) અને 60 વર્ષથી ઉપરના બધા લોકોને મફતમાં કોરોના રસી આપવામાં આવશે. જો આ વય જૂથના લોકો સરકારી કેન્દ્રોમાં જાય છે, તો રસી તેમના માટે મફત હશે, પરંતુ ખાનગી હોસ્પિટલોમાં તેઓએ તેની કિંમત ચૂકવવી પડશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top