Charchapatra

સંતોષ જ કલ્યાણકારી!

સંતોષ એ એક એવી મનોવસ્થા છે જેમાં સ્થિરતા પ્રાપ્ત કરી વ્યક્તિ હંમેશા સુખી અવસ્થામાં રહી શકે છે. સંતોષનો અભાવ કયારેક ખૂબ જ વિકરાળ રૂપ ધારણ કરી લે છે જેના વિનાશ અને વિપરીત પરિમામ હેઠળ યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થઇ જાય છે. સંતોષ રાખનાર પણ આ પરમાત્મા કોઈને કોઇ સ્વરૂપે અવશ્ય મદદકર્તાને મોકલી આપે છે. જિંદગીમાં સુખ-દુ:ખનું ચક્ર તો નિરંતર ચાલ્યા જ કરવાનું છે. આ પ્રકાર જોતાં સંતોષ જરૂરી અને હિતકારી પણ છે. મહાભારત ઉદાહરણ લઇ એ તો કૌરવોનો અસંતોષ એટલો પ્રબળ હતો કે ભગવાન શ્રીકૃષ્ણનો શાંતિ પ્રયાસ પણ સફળ ન થઇ શકયો. જયારે બીજી તરફ રામાયણમાં રામ-ભરતની પરમ સંતોષની સ્થિતિનાં દર્શન થાય છે. આ બધામાં નિષ્કર્ષ એટલો જ નીકળે છે કે સંતોષી નર સદા સુધીની કહેવતને સાર્થક કરે છે.
સુરત     – રાજુ રાવલ       – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

આપણી મતિ બ્હેર મારી ગઇ છે
મશલ અને મની પાવરથી ચૂંટેલા સાંસદો આપણા બાપ થઇ ગયા છે. પ્રજા જાય ભાડમાં. સરકારી અને ખાનગી ક્ષેત્રમાં વેતન તફાવત શા માટે? વિપક્ષો અને શાસક પક્ષો વેતન ભાડા ભથ્થા વધારવા મતભેદ ભૂલી જઇ એક થઇ જાય છે. વેતન વધારવામાં બ્યુરોક્રિટીક સરકાર જ પ્રજા પર રાજ કરે છે. તેઓને હળાહળ અન્યાય થાય. એવા અસત્યના પ્રયોગો લાચાર લોકો અબોલા થઇ જાય છે. મતદાન વખતે ઘેંટાંનાં ટોળાં થઇ જાય છે. જેઓની મતિ બ્હેર મારી ગઇ છે.
અડાજણ          – અનિલ શાહ    આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top