ગુજરાતીમાં કહેવાત છે કે સંતોષી નર સદા સુખી. આપણા વડા પ્રધાન એક ઉદ્દઘાટન પ્રવચનમાં બોલ્યા કે તુષ્ટિકરણ એ વિકાસયાત્રામાં સૌથી મોટો અવરોધ છે. આમ બે વિરોધાભાષી હકીકત છે પરંતુ વડા પ્રધાને દેશની વિકાસયાત્રાની વાત કરી છે. જ્યારે કહેવત સમાજલક્ષી સામાન્ય જીવનની વાત છે. દેશના નેતાઓ, ઉદ્યોગકારો, અમલદારો વગેરે માટે તુષ્ટિકરણ સંતોષ યોગ્ય નથી. એમ કરવા જતાં દેશ ખાડામાં જ રહે અને દુનિયાના બીજા દેશો કરતાં નીચી અવસ્થામાં રહે. દેશની પ્રજાના સુખી અને સમૃધ્ધ જીવન માટે અસંતોષ જ રહેવો જોઇએ, જેથી પ્રજાના સુખ-સમૃધ્ધિની પુષ્ટિ કરી શકાય. દેશનો યુવાન અસંતોષનો માર્યો ગમે તેવાં દુષ્કર્મો કરી શકે છે. આત્મહત્યા, છુટાછેડા, નારીજીવન સાથેનાં દુષ્કર્મો વગેરે અસંતોષનાં મૂળ છે. જે છે તેનાથી સંતોષ માની બેસી રહે તો પ્રજામાં જીવનઘડતર શિક્ષણ અને અર્થતંત્ર અટકી પડે અને પ્રજા દુ:ખના ડુંગર નીચે દબાઇ મરે. માટે તુષ્ટિકરણને બરાબર સમજવાની જરૂર છે.
સુરત – ડો. કે.ટી. સોની
રખડતાં પશુઓ માટે કાયદો ઘડવાની તાતી જરૂર
ગુજરાતનાં નાનાં મોટાં શહેરમાં રખડતાં પશુઓ રસ્તા રોકો આંદોલન કરતા હોય તેમ રસ્તાની વચ્ચે પણ આરામ ફરમાવે છે. બે આખલાખો એકબીજા સાથે યુધ્ધે પણ ચઢે છે અને વાહનચાલકોને અડફેટમાં લે છે. તેમાં મોટો અકસ્માત થાય છે. ગાયો અને આખલાનાં ટોળાં રસ્તા પર જ રાતવાસો કરે છે. કેટલીક વખતે ગધેડા અને ક્યાંક ડુક્કર પણ જોવા મળે છે. જ્યારે ગાય બચ્ચાને જન્મ આપે છે ત્યારે ગાયના માલિક તેને ગોતવા આવે છે અને તેઓ ગોતી કાઢે છે. મતોના રાજકારણને લીધે એ કાયદો પાછો ખેંચી લીધો હતો. સરકારે પારોઠનાં પગલાં ભર્યાં હતાં. હવે તો એ અંગે કાયદો ઘડો, ક્યારે ઘડાશે અને ઘડશે.
નવસારી – મહેશ નાયક- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.