જે થવાનું છે એ તો થશે જ. પણ જે નથી થવાનું એને શકય બનાવવાની મથામણમાં આપણે જીવનનો આનંદ ગુમાવી બેસીએ છીએ. આપણે સૌએ અનેક વખત અનુભવ્યું હશે, આપણા સહિત દરેક પોતે સાચો છે એવું માનીને સતત ચાલતો રહે છે. જીવનની અનિશ્ચિતતાને માણવાની હોય છે. કશું જ નિશ્ચિત નથી એવું સ્વીકારીએ ત્યારે એ જ બનશે એનો સ્વીકાર કરતા રહીશું તો જીવનમાં માત્ર ને માત્ર આનંદ જ હશે. જે જોવાનું છે એ ભીતર જોવાનું છે. ભીતરના રસ્તા બંધ થઇ ગયા છે આપણા નકારાત્મક વિચારોથી. પરિણામે બહારના રસ્તા પર ચાલતી વખતે ઉદ્રેગ – અશાંતિ આપણને પીડે છે. નકારાત્મક વિચારોથી બહાર આવીને હકારાત્મક વિચારોનું ચિંતન કરશો તો આપણા જીવનમાં સુખ – આનંદ આવશે.
દોસ્તો સૌને સાથે રાખીને જીવનના અનિશ્ચિત રસ્તા પર ચાલીશું તો સ્વનો વિકાસ થશે. સાથે સાથે કુટુંબનો વિકાસ થશે અને સાથે સમાજનો જેથી હું કહું છું ચિંતા છોડો જે થવાનું હશે એ થશે. પણ બીજાનું જોવામાં આપણું ન બગાડો અને હકારાત્મક રહેવું.
અમરોલી – આરતી જે. પટેલ– આલેખમાંપ્રગટથયેલાંવિચારોલેખકનાંપોતાનાછે.