Vadodara

મહેતાપોળમાં દૂષિત પાણી મુદ્દે રહિશો દ્વારા કાઉન્સિલરોનો ઘેરાવો

વડોદરા : શહેરના નાની છિપવાડ મહેતા પોળ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પીવાનું પાણી આવી રહ્યું છે આ સમસ્યાના નિરાકરણ અર્થે સ્થાનિક રહીશો દ્વારા વિસ્તારના કાઉન્સિલર સ્થાનિક વોર્ડ કચેરી તેમજ વડોદરા મહાનગર પાલિકાની કચેરી ખાતે અનેક રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ મોડે મોડે જાગી ઊઠેલા તંત્ર દ્વારા વિસ્તારમાં કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે આ કામગીરી દરમિયાન ખાડો ખોદી પાણીની લાઈન કાપી નાખતા સ્થાનિક રહીશો રોષે ભરાયા હતા.

રહીશો દ્વારા ઉગ્ર રજૂઆત બાદ ઇલેક્શન વોર્ડ નંબર 14 ના ભાજપના કોર્પોરેટર હરીશ જીંગર અને જેલમબેન ચોકસી ત્યાં પહોંચતા સ્થાનિક રહીશોએ બંને કોર્પોરેટરોનો ઘેરાવો કરી ઉગ્ર રજૂઆત કરી હતી. સાથે જ ભાજપના અન્ય કોર્પોરેટર સચિન પાટડીયા ને પણ ટેલિફોન પર આડે હાથ લીધા હતા અને વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરી હતી આ વિસ્તારના રહીશોએ જણાવ્યું હતું કે દૂષિત પાણીની સમસ્યા માટે સ્થાનિક કાઉન્સિલરોને રજૂઆત કરી હતી.ત્યારે કાઉન્સીલરો કહી રહ્યા છે કે આ અમારો વિષય નથી. ચૂંટણી સમયે વોટ લેવા માટે પગે લાગે છે અને સમસ્યાના નિરાકરણ કરવા માટે જાવ તો તમારો વિષય નથી તેવા જવાબો આ કાઉન્સીલરો આપી રહ્યા છે તેમ જણાવ્યું હતું.

Most Popular

To Top