વડોદરા : વડોદરા શહેરમાં લાખો રૂપિયાના ખર્ચે પ્રિમોન્સૂનની કામગીરી તેમજ તળાવોના બ્યુટીફીકેશન પાછળ જે લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવી રહ્યો છે.જેની સામે શહેર નજીક સયાજીપુરા તળાવમાં વ્યાપેલી ગંદકી પાલિકાનું સાચું ચિત્ર પુરવાર કરી રહ્યું છે.સયાજીપુરા તળાવમાં ડ્રેનેજના પાણી છોડવામાં આવી રહ્યા હોવાથી આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
સ્માર્ટસીટી વડોદરા મહાનગર પાલિકાના સ્માર્ટ અધિકારીઓના પાપે નગરજનો છાશવારે પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે.એક તરફ પ્રિમોન્સૂનની કામગીરી અને તળાવોના બ્યુટીફીકેશન પાછળ લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવી રહ્યો હોવાના પાલિકાના દાવા ખોટા સાબિત થયા છે.શહેરના સયાજીપુરા તળાવમાં ડ્રેનેજના મળમૂત્ર વાળા પાણી છોડવામાં આવતા આસપાસના રહીશોને તંત્રના પાપે દુષિતમય વાતાવરણમાં રહેવાનો વારો આવ્યો છે.આ અંગે સામાજીક કાર્યકર કમલેશ પરમારે જણાવ્યું હતું કે સયાજીપુરા નજીકના રહીશોની ફરિયાદ છે કે આ તળાવમાં વ્યાપેલી ગંદકીને કારણે રહીશો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
હાલમાં પ્રિમોન્સૂનની કામગીરી પાછળ લાખો રૂપિયા વાપરવામાં આવી રહ્યા છે.પરંતુ પાલિકાના કોન્ટ્રાક્ટરો, અધિકારીઓ અને નેતાઓની જે ટકાવારી છે.તેના કારણે આ તળાવોનું શુદ્ધિકરણ થતું નથી.એક તરફ મ્યુ.કમિશ્નર સાંસદને ભૂકી કાંસમાં ઉતરવું પડે છે.તે કેટલું યોગ્ય છે.એટલે કહી શકાય કે પાલિકા તંત્ર જે ભર નિંદ્રામાં છે.અમે તેને જગાડવાનો પ્રયત્ન કરીએ છે.કારણકે નાગરિકોના જે વેરાનું વળતર મળવું જોઈએ. પરંતુ જે દુર્ગંધ મારતું પાણી તેમજ દુષિતમય વાતાવરણરૂપી વેરાનું વળતર મળી રહ્યું છે.જેથી ક્યાંકને ક્યાંક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે.
શહેરના મેયર,મ્યુ.કમિ, અને સ્થાયી ચેરમેને આવા તળાવોની પાછળ જે લાખો રૂપિયા વાપરવામાં આવ્યા છે.તેમજ જે પ્રિમોન્સૂનની કામગીરી પાછળ ખર્ચો કરવામાં આવ્યો છે.તેમાં બેદરકારી દાખવનાર તમામ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને સૂચના આપવામાં આવે અને તમામ તળાવોનું શુદ્ધિકરણ કરવામાં આવે તેવી માંગ સામાજીક કાર્યકર કમલેશ પરમારે કરી હતી.