ગુજરાત: શુક્રવારે કરણપુર પાસે કન્ટેનરમાં (Container) આગ (Fire) લાગી હતી, જે આગ પર ફાયર દ્વારા કાબૂ મેળવી લેવાયો હતો. પરંતુ રવિવારે ફરી આગ ભભૂકી ઉઠી છે. બે દિવસમાં બે વાર કેમિકલ ભરેલા કન્ટેનરમાં આગ લાગતાં તેને બુઝાવવામાં આવી રહી છે. જે રોડ ઉપર આ ટેન્કરમાં આગ લાગી હતી તે રોડને (Road) પણ હાલ બંઘ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ પાંચ કલાકે પણ ટેન્કરમાં લાગેલી આગ યથાવત છે અને કેમિકલના ટીનમાં બ્લાસ્ટ થતાં અવાજ આવી રહ્યા છે.
મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરથી ગાંભોઇ રોડ પર 24 કલાક પહેલા કેમિકલના ડબ્બા ભરેલા કન્ટેનરમાં આગ લાગતાં હિંમતનગર ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી અને આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી. પરંતુ સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે ટેન્કરમાં લાગેલી આગને ઓલવવા માટે પાણી મારતા કેમિકલ જોરભેર સળગતું હતું જેના કારણે ઘટના ગાંભોઇ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને એક તરફનો નેશનલ હાઇવે પણ બંધ કરવામાં આવ્યો હતો. ફાયર વિભાગે ઘટનાની જાણ થતાં આગ ઓલવવા માટેની કામગીરી કરી હતી. મળતી માહિતી મુજબ આગને કાબૂમાં લાવવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે છતાં આગ કાબુમાં આવી રહી નથી. ટેન્કરમાં આગેલી આગના કારણે કેમિકલના ગોટેગોટા ઉડ્યા હતા. કેમિકલનો ધુમાડો હવામાં ભળવાના કારણે લોકોને નાક અને ગળામાં બળતરા થવાની જાણકારી પણ મળી આવી છે.
ટેન્કરમાં લાગેલી આગના કારણે કેમિકલ પણ બળવા લાગ્યું હતું. તેને કેવી રીતે કાબૂમાં લેવાય તેનું માર્ગદર્શન લેવાઈ રહ્યું હોવાનું ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું હતું. શુક્રવારે કરણપુર પાસે આ કન્ટેનરમાં આગ લાગી હતી, જે આગ પર ફાયર દ્વારા કાબૂ મેળવી લેવાયો હતો. પરંતુ રવિવારે ફરીવાર આગ ભભૂકી ઉઠી હતી.
જણાવી દઈએ કે રાજસ્થાનથી અમદાવાદ સોડિયમ હાઇડ્રો સલ્ફાઈટના 50 કિલોનો એક એવા 300 ડબ્બા કેમિકલ ભરીને કન્ટેનર નીકળ્યું હતું. જેમાં શુક્રવારે રાત્રે આગ ભડકી ઉઠી હતી. જેમાં હિંમતનગર ફાયર વિભાગે ત્રણ ટેન્કર પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. જો કે રવિવારના રોજ એટલેકે બે દિવસી અંદર ફરીએકવાર તે જ કેમિકલ ભરેલા કન્ટેનરમાં આગ લાગતાં તેને બુઝાવવામાં તંત્ર લાચાર બન્યું છે. તો એક તરફનો રોડ પણ બંધ કરવામાં આવ્યો છે. પોલીસ અને ફાયર વિભાગ ઘટના સ્થળે ઉભુ છે. જો કે પાંચ કલાકે પણ આગ યથાવત રહેવા પામી છે અને કેમિકલના ટીનમાં બ્લાસ્ટ થતાં અવાજ આવી રહ્યા છે.