‘ચાર્જિંગ પોઇન્ટ’માં ‘ખીલી અને લાકડાના જોડાણ’ લેખમાં હેતા ભૂષણે તારનાર સાથે જોડાઇ જવાનો સંદેશ ઉદાહરણ આપી સમજાવ્યો છે. પાણી ભરેલા વાસણમાં ખીલી નાખીએ તો ડૂબી જાય અને લાકડાનો ટુકડો તરી જાય. પણ જો તે જ ખીલીને લાકડાના ટુકડા પર હથોડીથી જડી દેવામાં આવે તો તે લાકડા સાથે તરી જાય. માનવી પણ લોભ, મોહ, દ્વેષ, અભિમાન જેવા ષડરિયુના ભારથી વજનદાર બને છે.
પણ તેને જો સંત-મહાત્મા જેવા તારનાર લાકડાનો સંપર્ક થાય તો માનવી ભવસાગરથી તરી જાય છે. અને તેનામાં જ્ઞાન, ભકિત અને વિવેક જાગૃત થાય છે. દા.ત. વાલિયા લૂંટારાને નારદજીનો સત્સંગ થયો તો રામાયણના રચયિતા ઋષિ વાલ્મિકી બન્યા, જેસલ જેવો પાપી અને દુશચારી સતી તોરલના સંપર્કથી જેસલપીર તરીકે પૂજાયો. તુલસીદાસની પત્ની રત્નાવલીના એક વાકયથી સંસારની માયા તજી રામચરિત માનસ ગ્રંથ રચી વિશ્વમાં ગૌસ્વામી તુલસીદાસ તરીકે વિશ્વમાં ખ્યાતિ પામ્યા. પારસમણિના સાર્રાથી લોટુ સુવર્ણ થાય પણ સંત-સમાગમથી માનવી પોતે પણ સંત થઇ જાય છે.
સુરત -પ્રભા પરમાર -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.