સુરત: લીંબુ(Lemon)ના ભાવ(Price) આસમાને(Hike) પહોંચતાં લીંબુનો વપરાશ પણ લોકોએ ઘટાડી દીધો હતો. મહારાષ્ટ્ર(Maharashtra), આંધ્રપ્રદેશ(Andhra pradesh) અને દ.ગુજરાત(South Gujarat)માંથી સુરત(Surat)ની એપીએમસી માર્કેટ(APMC Market)માં પ્રતિ દિવસ 20થી 25 ટ્રક ભરી લીંબુ આવતા હતા, જેમાં ઘટાડો થઇ હાલ 10થી 15 ટ્રક લીંબુ આવી રહ્યાં છે. એપીએમસી માર્કેટમાં 20 કિલો (એક મણ) લીંબુનો ભાવ હાલ 2 હજારથી 2800 રૂપિયા ચાલી રહ્યો છે. મે મહિનો પૂરો થાય ત્યાં સુધી ભાવ યથાવત રહેશે તેમ લીંબુના વેપારી જણાવી રહ્યા છે. સિઝન બદલાયા બાદ લીંબુના ભાવ ઘટશે.
- ભાવ વધારાના કારણે લીંબુનો વપરાશ 50 ટકા ઘટી ગયો તો ટામેટાનાં ભાવ વધ્યા
- હોલસેલમાં 20 કિલો લીંબુનો ભાવ 2 હજારથી 2800 રૂપિયા,
- વરસાદ બાદ લીંબુના ભાવ અંકુશમાં આવશે
લીંબુના વેપારી બાબુભાઇ શેખે જણાવ્યું હતું કે, લીંબુ જીવન જરૂરિયાતની વસ્તુ નથી. લીંબુ વગર પણ લોકો ચલાવી શકે છે. જેમ કે અત્યારે ભાવ વધવાને કારણે લોકોએ જમવામાં સ્વાદ માટે લીંબુના ફૂલનો પણ ઉપયોગ કર્યો છે. લીંબુના ભાવ 200થી 300 રૂપિયા કિલો ઉપર પહોંચતાં 50 ટકા વપરાશ ઘટી ગયો હતો. ઉનાળાની સિઝન શરૂ થઇ ત્યારે લીંબુનો ભાવ એપીએમસી માર્કેટમાં હોલસેલમાં પ્રતિ 20 કિલો 500થી 800 રૂપિયા હતો. 10 ટનની એક ટ્રક લેખે એપીએમસી માર્કેટમાં 20થી 25 ટ્રક માલ આવતો હતો. જે અત્યારે 10થી 15 ટ્રક થઇ ગઇ છે. હાલમાં 20 કિલો લીંબુનો ભાવ 2000થી 2800 ચાલી રહ્યો છે. મે મહિના પૂરો ન થાય ત્યાં સુધી લીંબુના ભાવ ગરમ રહેશે. વરસાદની શરૂઆત થશે ત્યારે નવો માલ આવ્યા બાદ લીંબુના ભાવ ઘટશે.
લીંબુ બાદ હવે ટામેટાંનાં ભાવ આસમાને
એક તરફ મોંઘવારી અને બીજી તરફ શાકભાજીનાં વધતા ભાવને લઈ ગૃહિણીઓ પરેશાન થઇ ચુકી છે. લીંબુ બાદ હવે ટામેટાનાં ભાવો આસમાને જતા સામાન્ય વર્ગનું બજેટ ખોરવાયુ છે. લીંબુનાં ભાવમાં વધારો થયા બાદ હવે ટામેટાની વારી આવી છે. હવે ટામેટાના ભાવ જોઇને આંખો પહોળી થઇ જશે. કારણ કે છેલ્લા 3 દિવસમાં ટામેટાના ભાવમાં 80 ટકાનો વધારો જોવા મળ્યો છે.