SURAT

મેટ્રો માટે તાપી નદી પર પહેલીવાર આટલો ઊંચો બ્રિજ બનાવવાનું કામ શરૂ થયું

સુરત : શહેરના ડ્રીમ પ્રોજેકટ એવા મેટ્રો રેલના પ્રથમ રૂટ સરથાણાથી ડ્રીમ સિટી સુધીમાં ઘણા બધા કામો એક સાથે ચાલી રહ્યાં છે, ત્યારે બીજી બાજુ બીજા નંબરના રૂટ સારોલીથી ભેસાણ સુધીની લાઇન માટે પણ કામ ચાલુ થઇ ગયું છે. આ 18 કિમી લાંબા રૂટ પર અઠવા ચોપાટી પાસે અઠવાલાઇન્સથી અડાજણને જોડતા તાપી નદી પરના બ્રિજનું કામ પણ ચાલુ કરી દેવાયું છે. જો કે મેટ્રો માટે આ પુલ બનાવવો પડકારરૂપ સાબીત થશે કેમકે આ મેટ્રો બ્રિજ નદીના લેવલથી 20 મીટર જ્યારે અન્ય તાપી બ્રિજથી 7 મીટર વધુ ઊંચો રહેશે. 350 મીટરના આ બ્રિજને મેટ્રો દ્વારા આકર્ષક લૂક આપવા પણ આયોજન કરાયું છે.

  • મેટ્રોના સારોલી થી ભેસાણ રૂટ માટે અઠવા ચોપાટી પાસે નદી પર બ્રિજ બનાવવાનો પ્રારંભ
  • આ મેટ્રો બ્રિજ નદીના લેવલથી 20 મીટર જ્યારે અન્ય તાપી બ્રિજથી 7 મીટર વધુ ઉંચો હશે

લાઇન-2 અંતર્ગત સારોલીથી ભેંસાણ રૂટ ઉપર પણ બે પેકેજમાં કામગીરી ચાલી રહી છે. જેમાં પહેલા પેકેજમાં તબક્કામાં સારોલીથી મજુરા જ્યારે, બીજા પેકેજમાં મજુરાથી ભેંસાણ સુધી કામ ચાલી રહ્યું છે. મજુરાથી ભેંસાણ સુધીના રૂટમાં આવતી તાપી નદી પર બંને છેડાને જોડાણ આપવા માટે બ્રિજ નિર્માણનું કાર્ય ચાલુ થઇ ગયું છે. અઠવાલાઇન્સ ચોપાટી ખાતેથી આ બ્રિજ તાપી નદી પર અડાજણના પ્રેમવતી નગરના છેડાને જોડતો 350 મીટર લાંબો બનશે. જેના માટે ચોપાટી ખાતે તાપી નજીક બ્રિજ નિર્માણનું પ્રાથમિક કાર્ય શરૂ કરવા રિગ મશીનથી પાઇલ ટેસ્ટિંગ પ્રક્રિયા હાથ ધરાઇ છે.

કાદશાની નાળ પાસે સર્કલ નાનું કરી, ભંગારના ઝમેલા દૂર કરવા નગરસેવક વ્રજેશ ઉનડક્ટે અવાજ ઉઠાવ્યો
પ્રજાના ચુંટાયેલા પ્રતિનિધિઓ નગરસેવકો અને ધારાસભ્યો પણ મજબૂરીથી મૌન ધરીને બેઠા છે અને પ્રજા લાચાર છે. મેટ્રોની મોંકાણ શરૂ થઇ ત્યારથી પ્રથમ વખત એક નગરસેવકે ગુરુવારે સ્થાયી સમિતિમાં બેરિકેડના કારણે પ્રજાને થઇ રહેલી પરેશાનીનો મુદ્દો ઉઠાવ્યો હતો. શહેરના કોટ વિસ્તારમાં કે જ્યાં પહેલેથી જ સાંકડા રસ્તાને કારણે ટ્રાફિકની સમસ્યા થતી હતી ત્યાં હવે મેટ્રોના કારણે રસ્તા પર બેરિકેડિંગ કરી દેવાતાં ટ્રાફિક થઈ રહ્યો છે. સેન્ટ્રલ ઝોનમાં કે જ્યાં મેટ્રો અંડરગ્રાઉન્ડ પાસ થવાની છે ત્યાં ઘણા સમયથી કામ શરૂ કરી દેવાયું છે અને અહીં ચોક, કાદરશાની નાળ વગેરે વિસ્તારમાં ટ્રાફિક થઈ રહ્યો છે. ત્યારે કાદરશાની નાળનું સર્કલ કે જે ખૂબ જ મોટું છે તે નાનું કરવા નગરસેવક વ્રજેશ ઉનડકટે રજૂઆત કરી છે.

સ્થાયી સમિતિની બેઠકમાં સભ્ય વ્રજેશ ઉનડકટે આ સર્કલ નાનું કરવા માંગ કરી હતી. કારણ કે, આ વિસ્તારના રસ્તા ખૂબ જ સાંકડા છે અને અહીં દબાણોની પણ સમસ્યા છે. જેથી લોકોને પહેલેથી જ અહીં ટ્રાફિકની સમસ્યા છે. ત્યારે હવે મેટ્રોનું પણ કામ શરૂ થઈ જતાં લોકોને ખૂબ જ હાલાકી થઈ રહી છે. જેથી મેટ્રોનું કામ પૂર્ણ થાય ત્યાં સુધી આ સર્કલને નાનું કરવા વ્રજેશ ઉનડકટે રજૂઆત કરી હતી. વધુમાં તેઓએ આ વિસ્તારમાં બિરયાનીની લારીઓ તેમજ ભંગારવાળાઓને કારણે રસ્તા પર થતું દબાણ હટાવવા માંગ કરી હતી. જેથી ટ્રાફિક હળવો થઈ શકે. મેટ્રોનું કામ પૂર્ણ થયા બાદ ફરીવાર સર્કલ મોટું કરી શકાશે તેમ તેમણે જણાવ્યું હતું.

Most Popular

To Top