ભારત નો જ એક ભાગ હતો એવા શ્રીલંકા, બ્રાહ્મદેશ, ભૂટાન પૈકી શ્રીલંકા ની સ્થિતિ ખૂબ જ બેહાલ બની ગઈ છે. વડાપ્રધાન ના ટેકેદારો અને વિરોધીઓ વચ્ચે અથડામણ મા કેટલાયે મોત ને ભેટ્યા તો કેટલા ઇજા પામ્યા છેવટે વડાપ્રધાને રાજીનામુ આપી દેવુ પડ્યું. કોઈપણ દેશના અર્થતંત્ર મા ખાદ્ય, માંગ અને પુરવઠો મુખ્ય બાબત છે. શ્રીલંકા ની પડતીનું કારણ અર્થકારણ બતાવવા મા આવે છે. મુખ્યત્વે પ્રજાનો રોષ ત્યારે ફાટી નીકળે કે આવશ્યક ચીજ વસ્તુનો પુરવઠો મળતો બંધ થાય, ભાવો બેકાબુ બને, લોકો આપઘાત કરવા તરફ પ્રેરાય. માનવીના પેટની ભૂખ સંતોષવા માટે ખોરાક, અને પીવાના પાણી વગર તો ચાલી જ ન શકે, બીમારીમાં દેવુ કરીને પણ સારવાર તો કરવી પડે,ભણતર માટે નો ખર્ચ ઉઠાવવો આ બધી અવિરત ચાલી આવતી પ્રક્રિયા છે તેને અટકાવી શકાય ખરી..?.
કોઈપણ દેશનું અર્થતંત્ર અન્ય ઉપર જ નિર્ભર હોઈ છે તેને સફળ બનાવવા માટે લોકશાહી પરવર્તી હોઈ તો ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિ સક્ષમ હોવા જોઇએ કેમકે અમલદારો, નેતાને સમજાવવામાં કાબેલ હોઈ જો કે અપવાદ રૂપ કિસ્સામાં નેતા કાબેલ હોઈ છે અને હોવા જ જોઇએ કેમકે સામાન્ય ગરીબ, વંચિત વર્ગ કોના આધારે? ભારતની વાત કરીએ તો, દેશનું રાજકોશિય દેવુ પણ ખૂબ છે. બધી જ સરકારો ખાદ્ય, લોન /દેવા ઉપર ચાલે છે. શ્રી લંકા જેવી સ્થિતિ ભારતની ન થાય તે માટે “પાણી પેહલા પાળ બાંધવી જોઇએ “હાલ ગરીબ અને મધ્યમ વર્ગ મોંઘવારીના ભાર તળે દબાયેલો જ છે, પણ આ બધા માટે આંદોલન કરવાની ત્રેવડ ભારતીય પ્રજામાં છે જ નથી એવુ લાગે છે, આંદોલન કરનારને સાથ આપતા નથી જે હોઈ તે મુગે મોઢે સહન કરે અંદરોઅંદર ચર્ચા કરે. સત્તા બદલવા નુ તો ખરું જ પરંતુ પ્રજાના પ્રશ્નો માટે સમયાંતરે પ્રજામાં આંદોલન કરવાની શક્તિ આવે તો જ બાકી તો….?
સુરત – ચંદ્રકાન્ત રાણા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.