આઝાદીને ભીખ ગણાવીને દેશમાં 2014 પછી અસલી આઝાદી મળી એવું મોવડી મંડળને રાજીપો થાય એવું નિવેદન બેધડક કરવું, માત્ર ટીવટ અને કેન્ડલ માર્ચથી જ વડાપ્રધાનને હરાવી નહીં શકાય એવા ટોણા પ્રતિસ્પર્ધીઓને મારવા, મહાનગરના કે રાજયના અમૂલ્ય સ્થાપત્યોને તોડી પાડવાની વિવાદાસ્પદ દરખાસ્તોને મંજૂર રાખનારા અને પેપર લીક જેવા મહા કૌભાંડને છાવરનારા પાર્ટી લીડરોને કલીન ચીટ આપવી, વિપક્ષીઓને જીભ ચલાવતા તથા લોકો પર જીપ ચઢાવતાજ આવડે છે એવા પ્રલાપ કરવા, ભરોસાની ભેંસ પાડો નહીં પરંતુ પાડી જ જણશેઅ ેવું હાસ્યની છોળો વહેડાવનારું નિવેદન રાજકીય સંદર્ભમાં કરવું, દેશ આખો રાષ્ટ્રીય પ્રતિભાના ઘેરા શોકમાં ડૂબેલો હોય કે ભયંકર આતંકી હુમલો થયો હોય ત્યારે ફલાણાઢીંકણા નેતાઓ આખી રાત ડાન્સ પાર્ટીમાં વ્યસ્ત હતા એમ કરવું તેને રાજદ્વારી પ્રતીકાર અને પ્રત્યાઘાત કહેવાય.
અમદાવાદ – જિતેન્દ્ર બ્રહ્મભટ્ટ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.