Charchapatra

પોલીસ સ્ટેશનોમાં સાંત્વના કેન્દ્રો આવકાર્ય

ગુજરાત પોલીસે રાજ્યના નાગરિકો ખાસ કરીને મહિલાઓ બાળકો અને સિનિયર એક સિટીઝનોની કડક સુરક્ષા અને સલામતી માટે એક નવી પહેલ સાંત્વના કેન્દ્ર શરૂ કર્યો છે. જ્યાં પોલીસ સ્ટેશનમાં આવતા બાળકો, મહિલાઓ સહાનુભૂતિ સાથે સાંભળી તેમની મુશ્કેલીઓને સમજી કાઉન્સેલીંગ કરી અને કાનૂની માર્ગદર્શન પુરુ પાડવામાં આવશે. સાંત્વના કેન્દ્રમાં વુમન હેલ્થ ડેસ્ક ચાઇલ્ડ વેલફેર, પોલીસ ઓફિસર, 181 અભિયાન સમાવેશ કરવામાં આવશે.

પોલીસ સ્ટેશનના પી.આઇ., પીએસઆઇ, ડીવાયએસપી પ્રજાની મુશ્કેલીને અંગત ધ્યાન આપી આપેલી કામગીરીને યોગ્ય રીતે કરવાની પોલીસ વડા (ગુજરાત રાજ્ય)એ સુચના આપી હોવાના સમાચાર છે. પોલીસ સ્ટેશનમાં જે ચાર સેવાઓ ઉપલબ્ધ છે તેમાં વુમન હેલ્થ ડેસ્ક દ્વારા કાઉન્સેલીંગ, ચાઈલ્ડ વેલફેર પોલીસ ઓફિસર દ્વારા બાળકોનું કાઉન્સેલીંગ, 181 અભયમ માધ્યમથી મહિલાઓની સલામતી અને સુરક્ષાની કામગીરી તથા પોલીસ સ્ટેશન બેઝડ પક્ષનું કાઉન્સેલીંગ કરી લડાઇ, ઝઘડા, વિકટ પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું રહેશે. અને રાજ્ય સરકારના ગૃહ ખાતાને આ ઉમદા સ્તુત્ય નિર્ણય બદલ અભિનંદનનો પાઠવીએ છીએ.
સુરત     – રમિલા બળદેવ પરમાર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top