SURAT

BRTS, મેટ્રો બાદ હવે સુરતમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા તાપી નદીમાં વોટર મેટ્રો દોડાવવાનું પ્લાનિંગ

સુરત: મેટ્રો સિટી બનવા તરફ આગળ વધી રહેલું સુરત દેશ અને દુનિયામાં સૌથી ઝડપથી વિકસતા શહેર પૈકીનું એક છે, શહેરના વિકાસની સાથે વસ્તી અને વિસ્તાર પણ વધી રહ્યાં છે. જેના કારણે શહેરમાં ટ્રાફિક અને પાર્કીંગ સમસ્યા પણ અજગર ભરડો લઇ રહી છે. આવી સ્થિતિમાં સરકાર અને સુરત મનપા દ્વારા શહેરમાં સામૂહિક પરિવહનની સુવિધામાં ઉતરોત્તર વધારો થતો રહે તેવા પ્રયાસો હાથ ધર્યા છે.

  • રૂંઢ અને ભાઠાને જોડતા કન્વેન્સિયલ બેરેજથી કામરેજ સુધી વોટર મેટ્રો દોડાવવાનો પ્રોજેકટ વિચારણામાં
  • જો આ વોટર મેટ્રો સાકાર થાય તો, દેશમાં સૌથી મોટા બીઆરટીએસ કોરીડોર ધરાવતા સુરતમાં દેશનો સૌથી લોન્ગેસ્ટ વોટર મેટ્રો રૂટ બનવાનો પણ વિક્રમ થશે
  • 22મી તારીખે કોચી વોટર મેટ્રોની ટેકનિકલ ટીમ સુરત આવશે

સિટી બસ, બીઆરટીએસનો કોન્સેપ્ટ સતત વિસ્તરી રહ્યો છે. મેટ્રોનું કામ ઝડપભેર આગળ વધી રહ્યું છે, ત્યારે હવે રાજયમાં પ્રથમ અને દેશમાં કોચી બાદ બીજા શહેર સુરતમાં ટ્રાફિકના પ્રશ્નને ઉકેલવા માટે નવા વિકલ્પ તરીકે વોટર મેટ્રો દોડાવવાનો પ્રોજેક્ટ વિચારણા હેઠળ છે.

વિક્રમ સવંતના નવા વર્ષમાં તાપી નદીમાં વોટર મેટ્રો માટે ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવાના શ્રી ગણેશ થવાની ઉજળી તકો જોવાઇ રહી છે, કેમકે વર્ષ 2024-25ના બજેટમાં વોટર મેટ્રો પ્રોજેક્ટ શરૂ કરવાની જોગવાઇ કરવામાં આવી હોય મનપા કમિશનરની થોડા માસ પૂર્વેની ગુજરાત સરકારના પ્રતિનિધિ તરીકેની નેધરલેન્ડની મુલાકાત દરમિયાન દેશના પ્રથમ વોટર મેટ્રો પ્રોજેક્ટ હાથ ધરનાર કોચી વોટર મેટ્રોની ટેકનિકલ ટીમના તજજ્ઞો સાથે મુલાકાત થઈ હતી.

આ મુલાકાત દરમિયાન મનપા કમિશનર દ્વારા કોચીની ટીમ સાથે કરાયેલી વાટાઘાટો બાદ સફળ રહી હોય આગામી 22 નવેમ્બરના રોજ કોચી વોટર મેટ્રોïની ટેકનિકલ ટીમના બે તજજ્ઞો સુરત આવી રહ્ના છે. આ ટીમ સુરતમાં વોટર મેટ્રો બાબતે પ્રારંભિક અભિપ્રાય આપશે.

રૂંઢ-ભાઠાને જાડતા કન્વેન્શનલ બેરેજ પ્રોજેક્ટ સાકાર થયા બાદ તાપી નદીમાં સુચિત બેરેજના અપસ્ટ્રીમમાં મીઠા પાણીનું મોટું સરોવર ઊભું થઈ શકે છે. મનપા દ્વારા આ સરોવરમાં વોટર સ્પોટ્સ પ્રવૃતિની સાથે સાથે હવે વિદેશોની જેમ વોટર મેટ્રો પ્રોજેક્ટની દિશામાં પણ વિચારણા હાથ ધરવામાં આવી છે.

વિદેશ પ્રવાસ દરમિયાન મનપા કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા વોટર મેટ્રો પ્રોજેક્ટ માટેની વિચારણાનો સમાવેશ ડ્રાફ્ટ બજેટમાં કરાયો હતો. આ વિશિષ્ટ પ્રોજેક્ટની શક્યતા ચકાસવા માટે વિદેશની ટેકનિકલ ટીમો દ્વારા પણ તાજેતરમાં જ મનપા કમિશનરના વિદેશ પ્રવાસ દરમિયાન તૈયારી બતાવવામાં આવી હતી. ભારતમાં એક માત્ર કોચીમાં વોટર મેટ્રો પ્રોજેક્ટ કાર્યરત છે. મનપા કમિશનરની રજુઆતને આધારે આગામી ૨૨ નવેમ્બરે કોચી વોટર મેટ્રો ટીમના ટેકનિકલ તજજ્ઞો સુરત આવી રહ્ના છે.

મનપા કમિશનર સાથેની બેઠક બાદ એસીઈ ભગવાગર અને તેમની ટીમને કોચીïના તજજ્ઞોની ટીમને તાપી નદીના બંને કાઠે સુચિત બેરેજના અપસ્ટ્રીમ વિસ્તારમાં નદી કાંઠાની વિઝિટ માટેની જવાબદારી સોîપવામાં આવી છે. ખાસ કરીને તાપી નદીના બંને કાંઠે મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના સ્ટેશનોની સાઈટ નક્કી છે.

મેટ્રોની સાથે સુરત મનપાના ૧૦૮ કિલોમીïટર લાંબા બીઆરટીએસ કોરિડોરને પણ સાંકળીને સુચિત બેરેજïના અપસ્ટ્રીમમાં કઈ જગ્યાએ વોટર મેટ્રો માટેના સ્ટેશન ઊભા કરી શકાયï? તે અંગેની સ્થળ વિઝિટ કરી શક્યતા ચકાસાશેï.કોચી વોટર મેટ્રોની ટીમની આ મુલાકાત ખૂબ જ મહત્વની થઈ પડશે.

ખાસ કરીને સુચિત બેરેજ સાકાર થયા બાદ તાપી નદીના અપસ્ટ્રીમમાં પાણીનો પ્રવાહ જળવાઈ રહેશે. તે સ્થિતિમાં શહેરીજનોને વોટર મેટ્રો ખૂબ જ ઉપયોગી થઈ પડે તેમ છે. વિદેશોમાં આ પ્રોજેક્ટ ખૂબ જ સફળ થયો છે અને આ પ્રોજેક્ટ બહુ ખર્ચાળ પણ નથી. કોચીïની ટીમïની વિઝિટ બાદ તેમના દ્વારા અપાનારા અભિપ્રાય પર આ પ્રોજેક્ટનો મોટો દારોમદાર રહેશે. તે નક્કી છે.

વોટર મેટ્રો શું છે અને કેવી રીતે કામ કરે છે?
સામાન્ય રીતે નદીકિનારે કે દરિયાઈ સરહદોથી ઘેરાયેલા આઇલેન્ડ કે શહેરોમાં વોટર મેટ્રો સ્વાભાવિક રીતે જ એક સારો વિકલ્પ હોય છે. લોકો માટે એક સ્થળેથી બીજા સ્થળે નદી અથવા તો દરિયાઈ માર્ગે જવા માટે વોટર મેટ્રોની મદદ લેવામાં આવતી હોય છે. જે રીતે શહેરની અંદર એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે સિટી બસ, બીઆરટીએસ બસ કે મેટ્રો સર્વિસનો ઉપયોગ કરીએ છીએ, એવી જ રીતે વોટર મેટ્રો થતી પણ નદીના એક છેડેથી બીજે સ્થળે જઈ શકાય છે.

વોટર મેટ્રો સુરતમાં કેવી રીતે સફળ થઈ શકે?
સુરત શહેરની ભૌગોલિક સ્થિતિ ગુજરાતનાં અન્ય શહેરો કરતાં ખૂબ જ અલગ છે. સુરત દરિયાકિનારે આવેલું શહેર તો છે જ, પરંતુ તાપી નદી સુરત શહેરના બરોબર વચ્ચેથી પસાર થાય છે, એટલે કે સુરત શહેર તાપી નદીના બે કાંઠા પર વિકસેલું વિકસિત શહેર છે. તાપી નદીને કારણે જ સુરત શહેરનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે, જે પૈકી વધુ એક પ્રોજેક્ટ વોટર મેટ્રો સુરત શહેરમાં આગામી દિવસોમાં સાકાર થઈ શકે છે.

તાપી નદીકિનારે વસેલું શહેર હોવાને કારણે વોટર મેટ્રો આશીર્વાદરૂપ પુરવાર થઈ શકે છે. વોટર મેટ્રો દોડાવવા માટે જે ભૌગોલિક સ્થિતિની જરૂરિયાત હોય છે, એમાં સુરત શહેર બિલકુલ ફિટ બેસે છે અને એના કારણે આગામી દિવસોમાં મનપા તાપી નદી ઉપર વોટર મેટ્રો દોડાવવાનું આયોજન કરવા માટે સજ્જ થઇ રહ્યું છે.

વોટર મેટ્રોમાં કેવા પ્રકારની સુવિધા હશે
વોટર મેટ્રોમાં અલગ અલગ સંખ્યામાં મુસાફરો બેસી શકે એ પ્રકારની કેપેસિટીની બોટ તૈયાર કરવામાં આવે છે. મોટેભાગે આ બોટ ટ્રાન્સપરન્ટ રીતે બનાવવામાં આવતી હોય છે, જેથી કરીને વોટર મેટ્રોમાં બેસનાર વ્યક્તિ નદીનો અને શહેરનો નજારો સારી રીતે જોઈ શકે છે અને એને માણી શકે છે. 10થી લઈને 100 મુસાફરો બેસી શકે એ પ્રકારની મેટ્રો તૈયાર કરવામાં આવતી હોય છે.

વોટર મેટ્રોમાં બેસવું એ એક યાદગાર અનુભવ પણ બની શકે છે, પરંતુ સુરતીઓ માટે આ એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે નવી સુવિધાના સ્વરૂપે આકાર લઈ રહી છે. એક તરફ ઉપર બેસવાનો આનંદ સ્વાભાવિક રીતે જ લોકો માણી શકશે, પરંતુ સાથે સાથે ટ્રાફિકની સમસ્યાને કારણે જે સમયનો ફેરફાર થાય છે એમાંથી પણ તેઓ બચી શકશે.

તાપીમાં જળસપાટી જાળવીને વોટર મેટ્રો ચલાવાશે
રૂંઢના બેરેજથી સિંગણપોરના કોઝવે સુધીનું અંતર 10 કિ.મી. છે. સિંગણપોરના કોઝવેથી કામરેજ સુધીનું અંતર 21 કિ.મી. છે. બેરેજ બન્યા બાદ તાપી નદીમાં કોઝવે સુધીમાં 19 મિલિયન ક્યુબિક મીટર અને કોઝવેથી કામરેજ સુધીમાં 31 મિલિયન ક્યુબિક મીટર પાણીના સંગ્રહ થશે. જેથી કરીને સુરતથી કામરેજ સુધીના વિસ્તારમાં પાણીના સ્તરને જાળવી શકાય એમ છે. હવે જે કુદરતી તાપી નદીનો પ્રવાહ છે. તેનો ઘણો કંટ્રોલ વહીવટી તંત્ર પાસે રહેશે. કારણ કે બેરેજની કેપેસિટી ખૂબ વધી જશે.

બીઆરટીએસની જેમ વોટર મેટ્રોના રૂટમાં પણ સુરત દેશમાં વિક્રમ કરી શકે
સુરત મનપાનો બીઆરટીએસ કોરીડેર દેશનો સૌથી લાંબો કોરીડોર છે. ત્યારે લોકો વોટર મેટ્રોનો ઉપયોગ કરતા થાય તો માસ ટ્રાન્સપોર્ટેશનમાં સુરત શહેર વધુ એક સિદ્ધિ મેળવી શકે તેમ છે. શહેરમાં લોકોની સંખ્યા અને તાપી નદીની લંબાઈ જોતા કદાચ સુરત શહેર દેશનું સૌથી લોન્ગેસ્ટ વોટર મેટ્રો ચલાવનારું શહેર પણ બની શકે છે અને સૌથી વધુ લોકો વોટર મેટ્રોનો ઉપયોગ કરતું શહેર પણ બની શકે છે.

સુરક્ષાની દૃષ્ટિએ પણ નવી આધુનિક ટેક્નોલોજીને કારણે વોટર મેટ્રો ખૂબ જ વ્યવહારિક લાગી રહ્યું છે. બ્રિજ ઉપર ટ્રાફિકોમાં ફસાવવાને બદલે સુરતીઓ વોટર મેટ્રો થકી સરળતાથી પોતાના ગંતવ્ય સ્થળ ઉપર પહોંચી શકશે.

Most Popular

To Top